Mukesh Ambani, Nita Ambani નહીં, ફેમિલીની આ મહિલા પાસે છે Relianceના સૌથી વધુ શેર…
દેશના જ નહીં પણ એશિયાના સૌથી શ્રીમંત વ્યક્તિમાં જેમની ગણતરી થાય છે એવા Mukesh Ambani-Nita Ambaniના લાડકવાયા Anant Ambaniનું પ્રિ-વેડિંગ બેશ સંપન્ન થયું અને આ સેલિબ્રેશનની ચર્ચા માત્ર ભારત જ નહીં પણ દુનિયાભરમાં થઈ રહી છે. શેર બજારમાં પણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હરણફાળ ભરી રહી છે. રોકાણકારોને કંપની સારું વળતર આપી રહી છે. ટેલિકોમથી લઈને ગ્રીન સેક્ટર સુધી રિલાયન્સે પગપેસારો કર્યો છે. પણ શું તમને ખબર છે રિલાયન્સના સૌથી વધુ શેર કોની પાસે છે? ચાલો આજે તમને જણાવીએ…
ધીરુભાઈ અંબાણી શરુ કરેલી આ કંપની આજે ભારતના સૌથી મોટા બિઝનેસ ગ્રુપ તરીકે ઊભરી આવ્યું છે. આ કંપનીનું કામ Mukesh Ambani, Nita Ambani, Isha Ambani, Akash Ambani And Anant Ambani સંભાળી રહ્યા છે. પરંતુ તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે કંપનીના સૌથી વધુ શેર આ પાંચેયમાંથી એક પણ જણ પાસે નથી. આઈ નો હવે તમને થશે કે જો કંપનીનો કારભાર સંભાળી રહેલાં આ પાંચેય જણ પાસે કંપનીના સૌથી વધુ શેર નથી તો કોની પાસે છે સૌથી વધુ શેર? ચાલો આજે તમને જણાવીએ…
તમારી જાણ માટે કે કંપનીના સૌથી વધુ શેર કોકિલાબહેન ધીરુભાઈ અંબાણીના નામે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં આકાશ, ઈશા અને અનંત અંબાણીની એન્ટ્રી થઈ છે. શેરહોલ્ડર્સની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. હવે મુકેશ અંબાણીએ ત્રણેય ભાઈ-બહેનોમાં સરખે ભાગે શેર વહેંચ્યા છે. તેમની પાસે જેટલા શેર છે એટલા જ શેર મુકેશ અંબાણી અને નીતા અંબાણી પાસે છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના શેરહોલ્ડિંગ પેટર્ન અનુસાર ડિસેમ્બર, 2023 સુધી પ્રમોટર્સ પાસે કંરનીના 50.30 ટકા શેર છે. પબ્લિક શેરહોલ્ડિંગ 49.70 ટકા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીનવા પ્રમોટર્સમાં અંબાણી પરિવારના છ સદસ્યોનો સમાવેશ થાય છે, જેમાં મુકેશ અંબાણી, નીતા અંબાણી, આકાશા, ઈશા અને અનંત અંબાણીનો સમાવેશ થાય છે. આ બધા પાસે કંપનીના 80 લાખ 52 હજાર 21 શેર છે.
એમાં પણ મુકેશ અંબાણીની મમ્મી કોકિલાબેન અંબાણી પાસે કંપનીના સૌથી વધુ શેર છે. તેમની પાસે કંપનીના 1,57,41,322 શેર છે. જેને કારણે કંપનીમાં સૌથી વધુ પાર્ટનરશિપ કોકિલાબેન પાસે છે.