દેશના આર્થિક મોરચે સારા સમાચાર, જુન માસમાં મોંઘવારીમાં ઘટાડો

મુંબઈ : દેશના આર્થિક મોરચે સારા સમાચાર આવ્યા છે. જેમાં ગ્રાહક ભાવ સૂચકાંક મુજબ જુન માસમાં મોંઘવારીમાં ઘટાડો નોંધાયો છે. જયારે જૂન 2025માં શાકભાજી, કઠોળ, અનાજ, ખાંડ, મસાલા અને દૂધ સહિત ખાદ્ય ચીજોના ભાવમાં ઘટાડો થવાને કારણે છૂટક ફુગાવો 2.1 ટકાના 6 વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયો છે. જેના લીધે લોકોએ રાહત અનુભવી છે.
આરબીઆઈના 6 ટકાના ઉચ્ચ અંદાજથી નીચો
જયારે ગ્રાહક ભાવ સૂચકાંક આધારિત ફુગાવો મે મહિનામાં 2.82 ટકા અને જૂન 2024 માં 5.08 ટકા હતો. આ સતત પાંચમો મહિનો છે જ્યારે ફુગાવો ભારતીય રિઝર્વ બેંકના મધ્યમ ગાળાના લક્ષ્ય 4 ટકા થી નીચે રહ્યો છે અને સતત આઠમો મહિનો છે જ્યારે તે આરબીઆઈના 6 ટકાના ઉચ્ચ અંદાજથી નીચો રહ્યો છે.
આપણ વાંચો: ઈકો-સ્પેશિયલ: સામાન્ય પ્રજાને જીડીપીના રેટમાં નહીં, મોંઘવારીના દરમાં વધુ રસ…
મે મહિનામાં છૂટક ફુગાવો 2.82 ટકા હતો
રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલ એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મે 2025 ની સરખામણીમાં જૂન 2025 માં ફુગાવામાં 72 બેસિસ પોઇન્ટ નો ઘટાડો થયો છે. જાન્યુઆરી 2019 પછી આ વાર્ષિક ધોરણે સૌથી ઓછો ફુગાવો છે.
જયારે જૂન સતત બીજો મહિનો હતો જ્યારે ફુગાવાનો દર 3 ટકા થી નીચે રહ્યો. જાન્યુઆરી 2019 માં તે 1.97 ટકા નોંધાયો હતો. આ વર્ષે મે મહિનામાં છૂટક ફુગાવો 2.82 ટકા હતો. જ્યારે ગત વર્ષે જૂન 2024માં 5.08 ટકા હતો.