આમચી મુંબઈ
શટલ-પેસેન્જર ટિકિટના ભાવમાં ઘટાડો
પાલઘર: શટલ અને પેસેન્જર ટે્રનની ટિકિટના ભાવ એક્સપ્રેસ ટે્રન જેટલા કરવામાં આવ્યા હોવાથી, છેલ્લા ઘણા મહિનાઓથી રેલવે મુસાફરો આર્થિક મુશ્કેલીમાં છે. તેના વિરોધમાં મુસાફરોએ સહી ઝુંબેશ શરૂ કર્યા બાદ આખરે રેલવે પ્રશાસન સફાળુ જાગ્યું છે. રેલવેએ શટલ-પેસેન્જર ટે્રનોના વધેલા ટિકિટ ભાડા ઘટાડવાની નીતિ જાહેર કરી છે. સ્થાનિક સાંસદ,
રેલવે એસોસિએશન અને રેલવે સમિતિના અધિકારીઓએ આ ટિકિટના ભાવને પુન:સ્થાપિત કરવા માટે વારંવાર પ્રયાસ કર્યા હતા. ટિકિટના ભાવની લૂંટ સામે રેલવે પ્રધાન, સાંસદ રેલ્વે જનરલ મેનેજર, રેલવે કોમર્શિયલ મેનેજરને ફરિયાદો પણ કરવામાં આવી હતી, પરંતુ તેના પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. અંતે મુસાફરોની તેની સામે સહી ઝુંબેશ શરૂ કરી દેતાં રેલવે પ્રશાસન જાગ્યું છે. આ દરો હવે પૂર્વવત કરવામાં આવી રહ્યા છે, જેથી મુસાફરોને ટૂંક સમયમાં રાહત મળશે.