રસ્તાના કામોમાં જો બેદરકારી રાખી છે તો બમણો દંડ વસુલવામાં આવશે: સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટરોની રહેશે
મુંબઇ: રસ્તાની લાઇફ લાંબી હોવી જોઇએ, રસ્તાઓ ખાડામૂક્ત હોવા જોઇએ તે માટે મુંબઇ મહાનગરપાલિકા દ્વારા ખાસ ધોરણ તૈયાર કરવામાં આવ્યું છે. આ ધોરણ અંતર્ગત રસ્તાનું કામ કરનાર કોન્ટ્રાક્ટરને જવાબદારી સોંપવામાં આવી છે. ઉપરાંત જો કામમાં બેદરકારી થાય તો તે માટે દંડ પેટે એક રકમ નિશ્ચિત કરવામાં આવી છે. આ દંડ પહેલાં કરતાં બમણો હશે.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના આદેશ મુજબ મુંબઇના તમામ રસ્તાઓ સિમેન્ટના બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે માટે કેટલાંક ઠોસ નિર્ણયો લેવામાં આવ્યા છે. કંઇ પણ થઇ જાય પણ આ સિમેન્ટના રસ્તા ફરી ખોદવાની જરુર ના પડે એ વાતને ધ્યાનમાં લઇ નવા ધોરણ મુજબ કેટલીક કલમો ઉમેરવામાં આવી છે. વિવિધ 20 કામો માટે દંડની રકમ નક્કી કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર નવા ધોરણ મુજબ અનેક નવા નિયમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત કામ પૂરું ન થાય ત્યાં સુધી દંડ વસુલવામાં આવશે. કામ શરુ કરવામાં મોડું કરતાં રોજના 10 હજાર રુપિયા દંડ પેટે ભરવા પડશે. નક્કી કરેલા દિવસો મુજબ જો બે દિવસ વધારે થાય તો પાંચ હજાર રુપિયા અને પાંચ દિવસ થાય તો દસ હજાર રુપિયા સંબંધિત કોન્ટ્રાક્ટરને દંડ પેટે ભરવા પડશે. તેના કરતાં વધુ દિવસ થશે તો દંડની રકમ વધીને રોજના 15 હજાર રુપિયા થશે.
ખબરદાર જો નિયમો તોડ્યા છે તો…..
- કામની જાણકારી આપનારો બોર્ડ નહીં હોય બે હજાર રુપિયા દંડ થશે. ખોદકામ થયા બાદ કાંટમાળનો તાત્કાલીક નિકાલ કરવાનો રહેશે.
- કાંટમાળને કારણે પરિસર ખરાબ થાય છે, તેથી કાંટમાળ ન ઉપાડવા પર 50 હજાર રુપિયા રોજનો દંડ થશે.
- જે જગ્યા નક્કી થઇ છે તેના કરતાં અલગ જગ્યાએ કાંટમાળ નાંખવામાં આવશે તો 20 હજાર રુપિયા ગણવા પડશે.
- કામ કરતી વખતે સરકારી સાધનોને કોઇ નૂકસાન થાય અથવા તો પ્રાઇવેટ પ્રોપર્ટીને કોઇ નૂકસાન થાય તો બજાર કિંમત મુજબનો દંડ ભરવો પડશે.
- કે
- કેટલાંક કામો સ્ટેપ બાય સ્ટેપ થતા હોય છે, આ કામો સમયસર ન થતાં પાંચ હજાર રુપિયા દંડ થશે. જો કામના સ્થળે એન્જિનિયર નહીં હોય તો પણ પાંચ હજાર રુપિયાનો દંડ થશે.