ખરી એનસીપી અજિત પવાર જૂથની જ
નિર્ણયનું નમ્રતાપૂર્વક સ્વાગત: અજિત પવાર
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાને ચૂંટણી પંચે પોતાના એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ) પક્ષને જ ખરો એનસીપી પક્ષ ગણાવતો ચુકાદો આપ્યો તેનું સ્વાગત કરતા કહ્યું હતું કે અમે આ નિર્ણયનું નમ્રતાપૂર્વક સ્વાગત કરીએ છીએ. ચૂંટણી પંચે અજિત પવાર જૂથની એનસીપીને ખરી એનસીપી ગણાવતો ચુકાદો આપ્યો ત્યારબાદ અજિત પવારે ઉક્ત નિવેદન આપ્યું હતું. —————–
દબાણ હેઠળ ચૂંટણીપંચનો ફેંસલો: શરદ પવાર જૂથ
ચૂંટણી પંચે અજિત પવાર જૂથની એનસીપીને ખરો એનસીપી પક્ષ ગણાવ્યો તેનાથી શરદ પવાર જૂથના એનસીપીના નેતાઓ નારાજ જણાયા હતા. ચૂંટણી પંચે આ ફેંસલો દબાણ હેઠળ લીધો હોવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે. શરદ પવાર જૂથના નેતા તેમ જ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે પોતાની નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ લોકશાહીની હત્યા છે. જે થયું તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. ‘ઉપર’થી આવેલા દબાણના કારણે ચૂંટણી પંચે આ ફેંસલો લીધો છે.