રાજકારણ દિવસ-રાત ગાળો ખાવાનો ધંધો: આવું કેમ કહ્યું દેવેન્દ્ર ફડણવીસે?
‘ પહેલી વાર લોકો કરેલા કામો માટે બોલાવી આભાર માની રહ્યા છે’
મુંબઈ: નાયબ મુખ્ય પ્રધાન શનિવારે વીજનિર્મિતી કામગારો દ્વારા યોજવામાં આવેલા એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ત્યારે તેમણે રાજકારણ વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો અને પહેલી વાર જનતા સરકારે કરેલા કાર્યો બદલ તેને બિરદાવવા બોલાવી રહી હોવાનું જણાવ્યું હતું.
કોન્ટ્રેક્ટ પર રહેલા વીજનિર્મિતી કામગારોને સંબોધતા તેમણે કહ્યું હતું કે હું 25 વર્ષથી રાજકારણમાં છું. અમારી ફરજ બજાવ્યા બાદ જનતાએ અમારો આભાર માનવાનો નિર્ણય લીધો. 25 વર્ષમાં પહેલી જ વખત હું જોઇ રહ્યો છું કે જેમની માટે કાર્યો કર્યા તે લોકો આભાર માનવા માટે અમને ફરી બોલાવી રહ્યા છે. રાજકારણ એક એવો ધંધો છે જેમાં સવારથી લઇને સાંજ સુધી ગાળો ખાવાની તૈયારી હોય તો જ તમે જનતાને ન્યાય આપી શકો. કારણ કે જનતાએ આપેલી ગાળો એ ગાળો નહીં, પરંતુ તેમની અપેક્ષાઓ હોય છે.
આ પણ વાંચો : મુંબઇના ધારાવીમાં મસ્જિદનું ગેરકાયદે બાંધકામ તોડવા પહોંચેલી BMC, વિસ્તારમાં તંગદિલી
2019માં ભાજપના મહારાષ્ટ્ર પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ લીધેલા નિર્ણયને પગલે વીજનિર્મિતીના કોન્ટ્રેક્ટ પર કામ કરતા કામગારો માટે ઐતિહાસિક નિર્ણય લીધો હતો, જેના કારણે તેમને મોટો ફાયદો થયો હતો. જેનો આભાર માનવા માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં દેવેન્દ્ર ફડણવીસ ઉપસ્થિત રહ્યા હતા.
…તો 25 વર્ષ સુધી સત્તામાં નહીં આવો
આ દરમિયાન ફડણવીસે રાહુલ ગાંધીની ટીકા કરતા જણાવ્યું હતું કે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિદેશમાં જઇને અનામત વિરોધી વાતો કરે છે. તેમને લાગે છે કે તે બીજા દેશમાં જઇને બોલીશ તો કોઇને ખબર નહીં પડે, પરંતુ આજકાલ તો સ્મશાનમાં પણ મીડિયા હોય છે એની જાણ તેમને નહીં હોય. વિરોધ પક્ષોની ટીકા કરતા તેમણે કહ્યું હતું કે જો અમારી બહેનો માટેની યોજના બંધ કરવાની વાતો કરશો તો પાંચ તો છોડો 25 વર્ષ સુધી સત્તામાં નહીં આી શકો.