આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

‘અમે તો 27 સીટ પર લડવા તૈયાર’: વંચિત બહુજન આઘાડીનો મોટો દાવો

મુંબઈ: મહાવિકાસ આઘાડી (કૉંગ્રેસ, શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ, એનસીપી શરદ પવાર જૂથ) વચ્ચે લોકસભા સીટની વહેંચણીને લઈને વંચિત બહુજન આઘાડી (VBA)ના પ્રમુખ પ્રકાશ આંબેડકરે તાજેતરમાં મોટું નિવેદન આપ્યું હતું. મહાવિકાસ આઘાડીના મોટા નેતાઓએ વીબીએને ચર્ચા માટે બોલાવ્યા હતા. જોકે, આ બેઠકમાં શું નિર્ણય લેવાયો છે એ બાબતે તેઓ જ જણાવશે.

વંચિત બહુજન આઘાડીને 27 સીટ મળે એ બાબતે જોરદાર ચર્ચા ચાલી રહી હતી. આ અંગે પ્રકાશ આંબેડકરે કહ્યું હતું કે અમે 27 સીટની માગણી કરી નહોતી પણ કુલ 48માંથી 27 સીટ પર ચૂંટણી લડવાની અમારી પૂરી તૈયારી છે. સીટ માટે અંતિમ નિર્ણય હજી સુધી લેવામાં આવ્યો નથી. પ્રકાશ આંબેડકરે કહ્યું હતું કે એનસીપી, કૉંગ્રેસ અને શિવસેના વચ્ચે દસથી 15 બેઠક પર વિવાદ થતાં ઉકેલ આવતો નથી. જોકે તે દરેક બાબતનો ખુલાસો આગામી સમયમાં થઈ જશે એવું આંબેડકરે કહ્યું હતું.

48માંથી 46 બેઠક પર અમને બે લાખ કરતાં વધુ વોટ મળી શકે છે અને ઉમેદવારો સામેલ કર્યા બાદ હજી વધુ પણ મળશે. અમે એકલા જ ભાજપને ટક્કર આપી શકે છે. અમે તેમની સાથે હાથ મેળવીશું કે નહીં એ બાબત 15 સીટ પર કોઈ નિર્ણય નહીં લેવાય તે સુધી કઈ કહીં ન શકાય, એવો દાવો પણ આંબેડકરે કર્યો હતો.

વીબીએચના ઉમેદવારો ચૂંટણી ફોર્મ ભર્યાના અંતિમ દિવસ સુધી મહાવિકાસ આઘાડીમાં સામેલ થવા માટે રાહ જોશે. તેમની પાર્ટીના તેઓ નિર્ણય લેશે, એવો ખુલાસો આંબેડકરે કર્યો હતો. કૉંગ્રેસ, શિવસેના ઉદ્ધવ જૂથ, એનસીપી શરદ પવાર જૂથનું સાથે આવવું એ તેમની મજબૂરી છે અમે તેમની સાથે આવીશું એ હમણાં ન કહી શકાય, જોકે મારે તેમની સાથે જવા માટે તૈયાર છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button