આમચી મુંબઈ

અરે વાહ! માત્ર 5 કલાકમાં પહોંચાશે મુંબઈથી ગોવા

દર વર્ષે ખાસ કરીને ગણેશોત્સવ દરમિયાન મુંબઈ-ગોવા હાઈવેનું કામ ચર્ચામાં રહેતું હોય છે. આ હાઇવેનું કામ જૂન સુધીમાં પૂર્ણ થઈ જશે. વર્ષોથી પેન્ડિંગ રહેલો મુંબઈ-ગોવા હાઈવે પૂરો થવાથી કોંકણના લોકોને મોટી રાહત મળશે, આવી ખુશખબરી કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ આ જાણકારી આપી છે.

Also Read – હાશ! મુંબઇગરાઓને ટૂંક સમયમાં ગરમીથી રાહત મળશે

ઉત્તર મધ્ય મુંબઈ લોકસભા મતવિસ્તારના ઉમેદવાર ઉજ્વલ નિકમની પ્રચાર સભામાં ભાગ લેનાર ગડકરીએ કહ્યું હતું કે મુંબઈ-ગોવા હાઈવેને લઈને ઘણી સમસ્યાઓ હતી, પરંતુ હવે ટૂંક સમયમાં બધી સમસ્યાઓનું નિરાકરણ થઈ જશે. નીતિન ગડકરીએ દાવો કર્યો છે કે ચિપલુણ ફ્લાયઓવર સિવાય સમગ્ર મુંબઈ-ગોવા હાઈવે જૂનના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે.
દર વર્ષે દર વર્ષે ગણેશોત્સવ દરમિયાન મુંબઈ-ગોવા હાઈવે પર ભારે ટ્રાફિક જામ થાય છે. વર્ષોથી હાઇવેના કામના કારણે કલાકો સુધી ટ્રાફિક જામમાં અટવાવું પડે છે. ગડકરીએ એમ પણ કહ્યું છે કે મુંબઈ-ગોવા હાઈવે પૂરો થયા બાદ 5 કલાકમાં મુંબઈથી ગોવા પહોંચવું શક્ય બનશે.

Also Read – મુંબઈગરા માટે મહત્ત્વના ન્યૂઝઃ જળાશયોમાં પાણીનો સ્ટોક ઘટતા પાણીની તંગી સર્જાશે?

મુંબઈથી કોંકણ અને ગોવા તરફના ધસારાને ધ્યાનમાં રાખીને મુંબઈ-ગોવા હાઈવેને 12 વર્ષ પહેલાં મંજૂરી આપવામાં આવી હતી. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પનવેલ નજીક પળસ્પેથી ઈન્દાપુર સુધીનો ફોર લેન રોડ બનાવવામાં આવી રહ્યો છે.
ગડકરીએ જણાવ્યું હતું કે કોંકણની જનતાની માંગ પ્રમાણે અમે BPTથી Ro Ro સેવા શરૂ કરી છે. હવે તમે Ro Ro થી સીધા અલીબાગ જઈ શકો છો. અલીબાગને મુંબઈ-ગોવા હાઈવે સાથે જોડવામાં આવશે. મુંબઈથી અલીબાગ જવા માટે રોડ માર્ગે સાડા ત્રણ કલાક અને રો-રો માર્ગે 45 મિનિટ લાગે છે. મુંબઇ-ગોવા હાઇવે ચાલુ થશે તો કોંકણથી મુંબઈ ધંધા અર્થે આવતા વેપારીઓની મુસાફરી પણ સરળ બનશે.

નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે વિરાર-દિલ્હી હાઈવેનું કામ NHI દ્વારા થઈ રહ્યું છે. આ હાઇવે સીધો જેએનપીટી જશે. તેનાથી યુવાનોને રોજગારી મળશે અને સમગ્ર વિસ્તારને તેનો લાભ મળશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત