આમચી મુંબઈ

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના સંવેદનશીલ સ્વભાવનો ફરી અનુભવ

રિક્ષા અકસ્માતમાં ઘાયલ મહિલાને કાફલાની એમ્બ્યુલન્સ આપીને મદદ કરી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના સંવેદનશીલ સ્વભાવનો ફરી એકવાર અનુભવ લોકોને થયો હતો. આજે (બુધવારે) સવારે એક કાર્યક્રમ માટે થાણેથી નીકળતી વખતે તેમણે જોયું કે વિક્રોલી પાસે એક રિક્ષા અકસ્માતનો ભોગ બની હતી.

આ પણ વાંચો: માર્ગ અકસ્માતમાં ઘાયલ જૈન સાધ્વીની મદદે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દોડી આવ્યા

મુખ્ય પ્રધાને તરત જ તેમનો કાફલો રોક્યો અને અકસ્માતમાં ઘાયલ વૃદ્ધ મહિલાની પાસે ગયા.

તેમણે મહિલાની કાળજીપુર્વક પૂછપરછ કરી અને તેમના કાફલા અને તેમના અધિકારીની એમ્બ્યુલન્સમાં તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ થવા જણાવ્યું હતું.

આ પણ વાંચો: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વર્સોવા ખાડી પાસે કામમાં અટવાયેલા મજૂરના પરિવારને 50 લાખનો ચેક આપ્યો

મહિલાએ આ કાર્યવાહી માટે મુખ્ય પ્રધાનનો આભાર માન્યો હતો, પરંતુ તેમના દ્વારા દર્શાવવામાં આવેલી સંવેદનશીલતાને કારણે તેમની સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકેની છબી ફરી એકવાર લોકોના ધ્યાનમાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button