આમચી મુંબઈ

આરબીઆઈએ મોંઘવારી વધવાની શક્યતા વ્યક્ત કરી, એફડીના વ્યાજ દરમાં ઘટાડો શકય

મુંબઈ : દેશના આર્થિક મોરચે સારા સમાચાર આવ્યા છે. જેમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું છે કે, નીતિગત દરો લાંબા સમય સુધી નીચા રહેશે અને હજુ વધુ ઘટી શકે છે.

જેના લીધે આરબીઆઈએ રેપો રેટને 5.25 ટકા પર યથાવત રાખીને તટસ્થ વલણ જાળવી રાખ્યું છે. તેમજ વ્યાજ દરોમાં બદલાવ નાણાકીય નીતિ સમિતિ દ્વારા લેવામાં આવશે. જોકે, આ દરમિયાન ફિક્સ્ડ ડીપોઝીટના વ્યાજ દરમાં ઘટાડો થઈ શકે છે. આરબીઆઈએ મોંઘવારી વધવાની શક્યતા પણ કરી છે.

આપણ વાચો: જાણો… રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા કેમ વધારી રહી છે Gold ની ખરીદી

મોંઘવારી વધવાની શક્યતા

સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે દેશમાં ફુગાવો નિયંત્રણ હેઠળ છે. તેમજ નાણાકીય વર્ષ 2026 માં દેશનો છૂટક ફુગાવાનો દર 2 ટકાથી વધીને 2.1 ટકા થયો છે. ચાલુ નાણાકીય વર્ષના ચોથા ત્રિમાસિક ગાળા માટે ફુગાવાનો અંદાજ 2.9 ટકાથી વધારીને 3.2 ટકા કરવામાં આવ્યો છે.

નાણાકીય વર્ષ 2026-27 ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે ફુગાવાનો અંદાજ 3.9 ટકાથી વધારીને 4 ટકા કરવામાં આવ્યો છે, જ્યારે બીજા ત્રિમાસિક ગાળા માટે ફુગાવાનો અંદાજ 4 ટકાથી વધારીને 4.2 ટકા કરવામાં આવ્યો છે.

બીજા ત્રિમાસિક ગાળા માટે જીડીપી વૃદ્ધિ અંદાજમાં સુધારો

આરબીઆઈએ ગત વર્ષે ફેબ્રુઆરીથી રેપો રેટમાં 1.25 ટકાનો ઘટાડો કર્યો છે. ભારતના તાજેતરના વેપાર કરારોની અસર વિશેના પ્રશ્નના જવાબમાં, ગવર્નરે સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે આ કરારો, અન્ય પરિબળો સાથે મળીને દેશના કુલ જીડીપી વૃદ્ધિમાં આશરે 0.20 ટકાનું યોગદાન આપી શકે છે. આરબીઆઈએ આગામી નાણાકીય વર્ષ 2026-27 ના પ્રથમ અને બીજા ત્રિમાસિક ગાળા માટે જીડીપી વૃદ્ધિ અંદાજમાં સુધારો કર્યો છે.

આપણ વાચો: માત્ર ધોરણ 10 જ પાસ હો તો પણ રીઝર્વ બેંકમાં નોકરી મળશે, 50 હજારની આસપાસ પગાર

દેશનું અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં

આરબીઆઈ ગવર્નરે વધુમાં કહ્યું કે તાજેતરમાં યુએસ સાથે થયેલા વેપાર કરારથી ભારતના નિકાસને મોટો વેગ મળશે. આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું કે ભારત એફડીઆઈ માટે પસંદગીનું સ્થળ છે. ભારતનું અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં છે. દેશનો વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર 7.4 ટકા સુધી પહોંચી શકે છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button