સાયબર ક્રાઈમ પર રોક લગાવશે આરબીઆઈની ડિજિટલ ઈન્ડિયા ટ્રસ્ટ એજન્સી DIGITA
મુંબઈઃ હાલ દેશમાં બેન્ક સુવિધાથી લઈ તમામ પ્રકારના ઓનલાઈન ટ્રાન્જેક્શનમાં છેતરપીંડિના ગુનાઓ વધવા પામ્યા છે, ત્યારે આરબીઆઈ આ પ્રકારની ઓનલાઈન ફ્રોડની ઘટનાઓ રોકવા માટે ડિજિટલ ઈન્ડિયા ટ્રસ્ટ એજન્સી (DIGITA)ની સ્થાપનાને લઈ ગંભીરતાથી વિચારણા કરી રહી છે. ડિજિટા દેશમાં વધી રહેલી ગેરકાયદે લોન આપતી એપ્સ પર રોક લગાવશે.
ડિજિટાથી બોગસ એપની ધરપકડ અને ડિજિટલ ફ્રોડ ઉપર પણ રોક લગાવી શકાશે. ડિજિટાને ખાસ ફાયનાન્શિયલ ક્રાઈમ પર રોક લગાવા માટે તૈયાર કરવામાં આવી છે. ડિજિટલ વર્લ્ડમાં ગેરકાયદે એપની તપાસ કરશે અને ફાયનાન્શિયલ વર્લ્ડમાં જે એપ પાસે ડિજિટાનું વેરિફિકેશન નહીં હોય તેને ગેરકાયદે માનવામં આવશે. જો કંપનીઓએ ફાયનાન્શિયલ સેક્ટરમાં કામ કરવું હશે તો ડિજિટાથી પોતાની એપની તપાસ કરાવી પડશે. આ એજન્સી દ્વારા એપની તપાસ બાદ આરબીઆઈ રિપોર્ટ આપશે. સાથે જ ગ્રાહકોને સાચી એપની આળખ કરવામાં પણ ડિજિટાથી મદદ મળશે.
ખાસ કરીને આ એપના માધ્યમથી ડિજિટલ લોન સેક્ટરમાં પારદર્શિતા આવશે. પાછલા કેટલાક વર્ષોમાં ફાયનાન્શિયલ સેક્ટરમાં ડિજિટલ લોનનો હિસ્સો તેજીથી વધ્યો છે. જો કે આને લઈ ડિજિટલ ફ્રોડ પણ ઝડપી વધવા પામ્યો છે. ઘણા લોકો આવી ફ્રોડ એપના ચક્કરમાં ફસાઈને ખૂબ જ પરેશાન પણ થયા છે. પોલીસ પાસે પણ આવા કેસોની સંખ્યામાં નોંધનીય વધારો થયો છે.
હમણાં સુધી ગૂગલે પ્લેસ્ટોર પરથી 2200 એપ દૂર કરી
ગૂગવ પણ હવે ડિજિટાથી વેરિફાઈડ થયેલી એપને જ પોતાના પ્લેસ્ટોર પર ઉપલબ્ધ કરાવશે. આરબીઆઈએ આઈટી મંત્રાલયને 442 ડિજિટલ એપની લિસ્ટ આપી છે. આના પર ગૂગલે કાર્યવાહી કરવી પડશે. સપ્ટેમ્બર 2022થી ઓગસ્ટ 2023 સુધી ગૂગલે લગભગ 2200 ડિજિટલ લેન્ડિંગ એપને પોતાના પ્લે સ્ટોરથી દૂર કરી છે. ગૂગલે પોતાની નવી પોલીસીમાં ફક્ટ એજ એપને મંજુરી આપવાનો નિર્ણય કર્યો છે, જે આરબીઆઈથી માન્યતા પ્રાપ્ત હશે.