આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

રાઉતે નવનીત રાણા માટે આપ્યું આ નિવેદન આપીને વિવાદને નોંતર્યો

મુંબઈ: ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે ભાજપના અમરાવતી લોકસભા બેઠક પરના ઉમેદવાર નવનીત રાણાને ‘ડાન્સર’ કહીને ઉલ્લેખ કરતાં નવો રાજકીય વિવાદ સર્જાયો છે. અભિનેત્રીમાંથી રાજકારણમાં આવેલા નવનીત રાણા 2019ની લોકસભા ચૂંટણીમાં અમરાવતીથી અપક્ષ ચૂંટણી લડ્યા હતા અને હવે 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપે તેમને ઉમેદવારીનું ટિકિટ આપ્યું છે.

ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે લોકસભાની ચૂંટણી એ ડાન્સર કે ‘બબલી’ સામેની નહીં પણ મહારાષ્ટ્ર અને મોદી વચ્ચેની લડાઈ છે. તે એક ડાન્સર છે, સ્ક્રીન પર એક અભિનેત્રી છે જે તમને કેટલાક પ્રેમાળ હાવભાવ બતાવશે, પરંતુ તેના જાળમાં ફસાશો નહીં. રાઉતના આ વિધાનથી રાજ્યમાં નવો વિવાદ સર્જાયો છે.


આ પણ વાંચો:
લોકસભા ચૂંટણીઃ મુંબઈની ‘લાઈફલાઈન’માં ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતે કર્યો પ્રવાસ

અમરાવતી લોકસભા બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર બળવંત વાનખેડેના ચૂંટણી પ્રચાર દરમિયાન એક સભાનું સંબોધન કરતાં સંજય રાઉતે નવનીત રાણાને ડાન્સર કહી તેમના પર ટીકા કરી હતી.

રાણાએ ‘માતોશ્રી’માં બળજબરીથી આવવાનો પ્રયત્ન કર્યો હતો. તેણે અમને ચેલેન્જ કરીને હિંદુ ધર્મ માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો, તેથી ચૂંટણીમાં તેને હરાવવી તે શિવસેના સમર્થકોની પ્રાથમિક ફરજ અને નૈતિક જવાબદારી છે, એવું રાઉતે કહ્યું. સંજય રાઉતની ટિપ્પણી પર એકનાથ શિંદે જૂથની શિવસેનાના નેતા મનીષા કાયંદેએ કહ્યું હતું કે, ભાજપના સાંસદ હેમા માલિની સામે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરનાર કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાની જેમ સંજય રાઉતને પણ ચૂંટણી પંચે દ્વારા ઠપકો આપવો જોઈએ.


આ પણ વાંચો:
પ્રકાશ આંબેડકરની ભૂમિકા અંગે સંજય રાઉતે આપ્યું મોટું નિવેદન

રાઉતની ભાષા તેમના પસંદ કરેલા ક્ષેત્રોમાં આગળ વધતી સ્ત્રીઓ પ્રત્યેના તેમના અણગમાને દર્શાવે છે. ચૂંટણી પંચે પ્રચાર દરમિયાન રાઉત દ્વારા રેલીઓને સંબોધિત કરવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ અને તેમને પાઠ શીખવવો જોઈએ. રાઉતને સમગ્ર પ્રચાર સમયગાળા દરમિયાન મીડિયામાં કોઈપણ ભાષણ કે ઇન્ટરવ્યુ આપવાની મંજૂરી આપવી જોઈએ નહીં, એવી અરજી પણ કાયંદેએ કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button