‘Ratan Tataને ‘ભારત રત્ન’ આપવો જોઈએ; મહારાષ્ટ્રની શિંદે સરકારે પ્રસ્તાવ પસાર કર્યો

મુંબઇઃ રતન ટાટાના નિધન બાદ મહારાષ્ટ્રની શિંદે સરકારે એક મહત્વપૂર્ણ ઠરાવ પસાર કર્યો છે, જેમાં કેન્દ્રને વિનંતી કરવામાં આવી છે કે તેઓ સ્વર્ગસ્થ રતન ટાટાને દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘ભારત રત્ન’થી સન્માનિત કરે. રતન ટાટાના યોગદાન અને સિદ્ધિઓને ઓળખવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. તેઓ એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હતા જેમણે ટાટા જૂથને એક સામાન્ય કંપનીમાંથી ભારતના સૌથી મોટા અને સૌથી પ્રભાવશાળી સમૂહમાં પરિવર્તિત કર્યું હતું. રતન ટાટાને ભારતીય ઉદ્યોગમાં તેમણે ભજવેલી ભૂમિકા માટે આ સન્માન માટે લાયક ગણવામાં આવે છે.
પીઢ ઉદ્યોગપતિ રતન ટાટાનું બુધવારે રાત્રે અવસાન થયું છે. 86 વર્ષની ઉંમરે તેમણે મુંબઈની બીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનથી ઉદ્યોગપતિઓથી લઈને મનોરંજન જગત, રાજકારણ અને રમતગમતના ક્ષેત્રના લોકો સહિત સામાન્યજનોમાં પણ શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ અવસર પર મહારાષ્ટ્ર સરકારે તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે.
આજે તેમના પાર્થિવ દેહ શ્રદ્ધાંજલિ આપવા માટે એનસીપીએ ખાતે રાખવામાં આવ્યો છે, એવી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જાહેરાત કરી છે મહારાષ્ટ્ર અને ઝારખંડ સરકારે રતન ટાટાના નિધન પર એક દિવસના રાજ્ય શોકની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ કહ્યું છે કે રાજ્યના તમામ મનોરંજન અને ઉજવણીના કાર્યક્રમો રદ રહેશે. તેમજ તેમના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાષ્ટ્રીય સન્માન સાથે કરવામાં આવશે.
Also Read –