આમચી મુંબઈ

રાજ ઠાકરેને શિવસેના છોડવા માટે ‘આ’ વ્યક્તિ હતી જવાબદારઃ નિતેશ રાણેનો આક્ષેપ

મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેના નિવેદન બાદ પિતરાઈ ભાઇઓ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક થવાની અટકળો વચ્ચે મહારાષ્ટ્રના પ્રધાન અને ભાજપના નેતા નિતેશ રાણેએ આજે સવાલ ઉઠાવ્યો હતો કે શું રાજ ઠાકરેને જવાબ આપવા પહેલા ઉદ્ધવને પોતાની પત્ની રશ્મી ઠાકરેની પરવાનગી લેવી પડશે?

જૂની અદાવતો ભૂલીને મરાઠી માણૂસ અને મહારાષ્ટ્ર માટે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે એકસાથે આવવાની અટકળો છેલ્લા કેટલાક દિવસથી વહેતી થઇ છે. રાજકીય વર્તુળોમાં આ અંગે ઘણી ચર્ચાઓ થઇ રહી છે અને ઘણા નેતાઓ તેના પર પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

આ પણ વાંચો: ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેનું પુનર્મિલનઃ જાણો અન્ય પક્ષોએ શું કહ્યું

‘મનસે (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના) સાથે હાથ મિલાવવા પહેલા રશ્મી ઠાકરે પાસેથી પરવાનગી લેશો કે એવો સવાલ ઉદ્ધવ ઠાકરેને પૂછવો જોઇએ. આવા નિર્ણયોમાં તેમનો મંતવ્યો ઘણા મહત્ત્વના ઠરે છે’, એમ નિતેશ રાણેએ જણાવ્યું હતું.

રાજ ઠાકરેના શિવસેના છોડી જવામાં રશ્મી ઠાકરેએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, જ્યારે કે તે સમયે પણ ઉદ્ધવ અને રાજ વચ્ચે કોઇ મોટો વિવાદ નહોતો એવો આક્ષેપ નિતેશ રાણેએ કર્યો હતો. રાજ અને ઉદ્ધવ સાથે આવવા અંગે પૂછતા તેમણે કહ્યું હતું કે રાજ્યમાં મહાયુતિએ બહુમતિ મેળવી છે. તેથી તેઓ સાથે આવે કે ન આવે, અમારી માટે ચિંતાનો કોઇ વિષય નથી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button