ભાંડુપમાં શાળાની ત્રણ વિદ્યાર્થિનીનો વિનયભંગ
મુંબઈ: શાળાની ઇમારતમાં લિફ્ટ રિપેર કરવા માટે આવેલા કર્મચારીએ ત્યાંની ત્રણ વિદ્યાર્થિનીનો વિનયભંગ કર્યો હોવાની ઘટના ભાંડુપ વિસ્તારમાં બની હતી. વિદ્યાર્થિનીના વાલીઓએ આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે આરોપી સામે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : આવતીકાલે મુંબઈમાં પોપ સિંગર દુઆ લિપાનો કોન્સર્ટ, ટ્રાફિક પોલીસની એડવાઈઝરી જાણો?
ભાંડુપ પશ્ર્ચિમમાં આવેલી ખાનગી શાળામાં બુધવારે આ ઘટના બની હતી. શાળાની ઇમારતમાંની લિફ્ટ રિપેર કરવા માટે બે કર્મચારી આવ્યા હતા. આમાંના એક કર્મચારીએ 10 વર્ષની બે અને 12 વર્ષની એક વિદ્યાર્થિનીનો વિનયભંગ કર્યો હતો. વિદ્યાર્થિનીઓએ ઘરે ગયા બાદ તેમને પરિવારને બનાવની જાણ કરી હતી. બાદમાં પરિવારજનોએ ભાંડુપ પોલીસ સ્ટેશનમાં જઇને ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આરોપી ગોપાલ ગૌડા (27)ની ધરપકડ કરી હતી, એમ સૂત્રોએ જણાવ્યું હતું.