આમચી મુંબઈમહારાષ્ટ્ર

થાણેમાં કિશોરી પર બળાત્કાર ગુજાર્યો: દિવ્યાંગ સહિત બે આરોપીને 20 વર્ષની કેદ

થાણે: 12 વર્ષની કિશોરી પર બળાત્કાર ગુજારવા બદલ થાણેની કોર્ટે દિવ્યાંગ સહિત બે શખસને દોષી ઠેરવીને 20 વર્ષની સખત કેદ ફટકારી હતી. આરોપીઓએ કિશોરીનું આખું જીવન બરબાદ કરી દીધું હોવાની નોંધ કોર્ટે કરી હતી.

વિશેષ પોક્સો કોર્ટનાં જજ રુબી માલવનકરે 20 જૂને આદેશ આપ્યો હતો, જેમાં બંને આરોપીને પ્રત્યેકી રૂ. 26 હજારનો દંડ પણ ફટકાર્યો હતો. જજે નિર્દેશ આપ્યા હતા કે દંડની રકમ આરોપીઓ પાસેથી વસૂલવામાં આવે અને તે પીડિતાને વળતર તરીકે ચૂકવવામાં આવે. પીડિતાને વળતરની ચુકવણી માટે ચુકાદો ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટી (ડીએલએસએ)ને મોકલવામાં આવે, એવા પણ નિર્દેશ અપાયા હતા.

આ પણ વાંચો: પુત્રની મદદથી ૩૦ વર્ષ પછી મળ્યો બળાત્કાર પીડિત માતાને ન્યાય

વિશેષ સરકારી વકીલ રેખા હિવરાળેએ કોર્ટને જણાવ્યું હતું કે પીડિતા અને તેનાં ભાઇ-બહેન થાણે સ્થિત કલવા વિસ્તારમાં દાદા-દાદી સાથે રહે છે. ઓક્ટોબર, 2019માં પીડિતા તેની બહેનપણી સાથે ગાર્ડનમાં ગઇ હતી, જ્યાં એક આરોપી (હાલ 24 વર્ષનો)એ તેને ફોસલાવી બીજા આરોપીના ઘરે લઇ ગયો હતો, જે દિવ્યાંગ છે. અહીં પીડિતા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતી અને તેની મારપીટ પણ કરાઇ હતી. આરોપીઓએ ઘટનાની કોઇને જાણ કરતાં મારી નાખવાની ધમકી પણ પીડિતાને આપી હતી.

આ પણ વાંચો: બળાત્કાર-હત્યા કેસના આરોપીએ પોલીસ કસ્ટડીમાં કરી આત્મહત્યા

આરોપીએ બાદમાં અનેકવાર પીડિતાને ધમકાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાએ 3 ડિસેમ્બર, 2019ના રોજ બંને આરોપી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

કોર્ટે આરોપીઓને સંબંધિત કાયદાકીય જોગવાઇઓ તથા પોક્સો (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ) એક્ટ હેઠળ દોષી ઠેરવ્યા હતા.

(પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button