છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ: યુવકને સાત વર્ષની કેદ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ: યુવકને સાત વર્ષની કેદ

થાણે: છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવા બદલ થાણે જિલ્લાની કોર્ટે આરોપીને સાત વર્ષની સખત કેદ ફટકારી હતી.

એડિશનલ સેશન્સ જજ એ. એસ. ભાગવતે આરોપી બંદાદાદા ઉર્ફે રૂદેશ રમેશ શિંદે (32)ને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટ હેઠળ દોષી ઠેરવ્યો હતો. કોર્ટે 17 જૂને આરોપીને સજા ઉપરાંત પંદર હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.
વિશેષ સરકારી વકીલ વી.જી કડુએ કોર્ટને જણાવ્યું હતું કે 4 ઑગસ્ટ, 2023ની રાતે આ ઘટના બની હતી. થાણેના કલવા વિસ્તારમાં બાળકી પોતાના ઘર નજીક રમી રહી હતી ત્યારે આરોપી ત્યાં આવ્યો હતો અને તેને પોતાના ઘરે લઇ ગયો હતો.

આ પણ વાંચો -‏‏‎ અકોલામાં સાઇકિયાટ્રિસ્ટે કરી આત્મહત્યા

બાળકી બાદમાં પોતાના ઘરે ગઇ હતી અને તેણે માતાને તમામ હકીકત જણાવી હતી. બાળકીના કપડાં પર લોહીના ડાઘ મળ્યા હતા. આ કેસની સુનાવણી દરમિયાન તપાસકર્તા પક્ષે છ સાક્ષીદારને તપાસ્યા હતા. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button