નવી મુંબઈના અનાથાશ્રમમાં સગીરા પર બળાત્કાર: ચાર સામે ગુનો

થાણે: નવી મુંબઈના અનાથાશ્રમમાં 13 વર્ષની સગીરા પર બળાત્કાર ગુજારવાના આરોપસર ચાર જણ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આ પણ વાંચો: હદ કરી હેવાનેઃ જાલનામાં ૯ વર્ષની બાળકી પર બળાત્કાર કરી રસ્તા પર ફેંકી દેવાઈ
આ પ્રકરણે નોંધાવાયેલી ફરિયાદને આધારે ખાંદેશ્ર્વર પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આરોપીઓમાં અનાથાશ્રમના કર્મચારી અને મહિલા કેરટેકરનો સમાવેશ હોઇ જુલાઇ અને સપ્ટેમ્બર દરમિયાન બનેલી આ ઘટના વિશે કોઇને જાણ કરી નહોતી.
એફઆઇઆર અનુસાર એક આરોપી જુલાઇમાં બારી વાટે મહિલાઓ માટેના આવાસમાં ઘૂસ્યો હતો અને તેણે સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો, જ્યારે બીજા આરોપીએ ગયા મહિને સગીર સાથે દુષ્કર્મ આચર્યું હતું. તો એક જણે સગીરને અયોગ્ય સ્પર્શ કર્યો હતો.
આ પણ વાંચો: સુરત સામૂહિક બળાત્કાર કેસમાં આરોપીનું કબૂલનામુ
બીજી તરફ મહિલા કેરટેકરને ઘટનાની જાણ હોવા છતાં તેણે પોલીસને માહિતગાર કરી નહોતી. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોઇ હજી સુધી કોઇની ધરપકડ કરાઇ નથી. (પીટીઆઇ)