આમચી મુંબઈ
અંબરનાથમાં સગીર પુત્રીનો વિનયભંગ: પિતા વિરુદ્ધ ગુનો દાખલ

થાણે: અંબરનાથમાં 12 વર્ષની પુત્રીનો કથિત વિનયભંગ કરવા પ્રકરણે તેના પિતા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
અંબરનાથમાં રહેતી પીડિતા પાંચમા ધોરણમાં અભ્યાસ કરે છે. 15 અને 22 જાન્યુઆરીએ પીડિતા ઘરમાં સૂતી હતી ત્યારે આરોપીએ તેનો વિનયભંગ કર્યો હતો અને આ ઘટનાની કોઇને પણ જાણ કરતાં ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપી હતી.
કુલગાંવ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે પીડિતાએ તેની માતાને તમામ હકીકત જણાવ્યા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી.
પોલીસે બુધવારે આરોપી વિરુદ્ધ ભારતીય દંડસંહિતા તેમ જ પોક્સો (પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ) એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ પ્રકરણે તપાસ ચાલી રહી છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)