વસઇમાં ચાર સગીરાનો વિનયભંગ: બેકરીના માલિકની ધરપકડ | મુંબઈ સમાચાર

વસઇમાં ચાર સગીરાનો વિનયભંગ: બેકરીના માલિકની ધરપકડ

પાલઘર: પાલઘર જિલ્લાના વસઇ વિસ્તારમાં ચાર સગીરાનો વિનયભંગ કરવાના આરોપસર તુલિંજ પોલીસે બેકરીના 33 વર્ષના માલિકની ધરપકડ કરી હતી.

વસઇમાં રહેતી સગીરા સોમવારે અમુક વસ્તુ ખરીદીમાં માટે બેકરીમાં ગઇ હતી, જ્યાં આરોપીએ તેને અયોગ્ય સ્પર્શ કર્યો હતો.

તુલિંજ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે સગીરાએ ઘરે આવ્યા બાદ તેની માતાને આ અંગે જાણ કરી હતી, જેને પગલે માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

દરમિયાન અન્ય ત્રણ સગીરાના માતા-પિતા પણ આરોપી વિરુદ્ધ આવી જ ફરિયાદ લઇને પોલીસ સ્ટેશનમાં આવ્યાં હતાં.
પોલીસે આ પ્રકરણે ભારતીય દંડસંહિતા અને પોક્સો (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ) એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને મંગળવારે બેકરીના માલિકની ધરપકડ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)

સંબંધિત લેખો

Back to top button