રેપ કેસના આરોપીના પિતા પાસે માગી લાંચ: એપીઆઇ, કોન્સ્ટેબલ ઝડપાયા

થાણે: રેપ કેસના આરોપીને જામીન મેળવી આપવામાં મદદ કરવા બદલ તેના પિતા પાસે 1.25 લાખ રૂપિયાની લાંચ માગવા બદલ એન્ટિ-કરપ્શન બ્યૂરો (એસીબી)એ પોલીસ કોન્સ્ટેબલ અને આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર (એપીઆઇ)ની ધરપકડ કરી હતી.
એસીબીના અધિકારીના જણાવ્યા અનુસાર ખડકપાડા પોલીસ સ્ટેશનના એપીઆઇ તુકારામ જોશી (57)એ રેપ કેસના આરોપીના પિતા પાસે ત્રણ લાખ રૂપિયાની લાંચ માગી હતી.
આપણ વાંચો: હાઉસિંગ સોસાયટીના પ્રકરણમાં લાંચ માગવા બદલ સિડકોના ત્રણ કર્મચારીની ધરપકડ
દરમિયાન આરોપીના પિતાએ આ પ્રકરણે એસીબીનો સંપર્ક સાધીને ફરિયાદ નોંધાવી હતી, જેને પગલે તપાસ કરવામાં આવ્યા બાદ સોમવારે છટકું ગોઠવવામાં આવ્યું હતું, જ્યાં કોન્સ્ટબલ વિજય કાળે (38)ને તેની કારમાં 1.25 લાખની લાંચ લેતાં પકડી પાડવામાં આવ્યો હતો, જ્યારે તુકારામ જોશીને બાદમાં ખડકપાડા પોલીસ સ્ટેશનમાંથી તાબામાં લેવાયો હતો. બંને વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. કોર્ટે બંનેને બે દિવસની પોલીસ કસ્ટડી ફટકારી હતી. (પીટીઆઇ)



