આમચી મુંબઈમહારાષ્ટ્રસ્પોર્ટસ

રણજીમાં મુંબઈ બોનસ પૉઇન્ટ સાથે જીત્યું, ત્રીજા નંબર પર આવી ગયું…

બરોડા, સૌરાષ્ટ્ર, ગુજરાતની મૅચ ડ્રૉમાં ગઈ

મુંબઈઃ બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી)માં મુંબઈએ ઓડિશાને રણજી ટ્રોફીના ચાર-દિવસીય મુકાબલામાં શનિવારના છેલ્લા દિવસે એક દાવ અને 103 રનથી હરાવી દીધું હતું. ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈએ બોનસ પૉઇન્ટ મેળવ્યો હતો અને કુલ સાત પૉઇન્ટ મેળવવાની સાથે મુંબઈ હવે પૉઇન્ટ્સ-ટેબલમાં ત્રીજા નંબર પર આવી ગયું છે. ગ્રૂપ-એમાં બરોડાના 20 તથા જમ્મુ-કાશ્મીરના 17 પૉઇન્ટ બાદ મુંબઈના 16 પૉઇન્ટ છે.

આ પણ વાંચો : કોહલી-રોહિત માટે `ગાંગુલીના દુશ્મન’ની સલાહ, સચિનનું નામ લઈને પણ કહી મોટી વાત…

મુંબઈના પ્રથમ દાવના 602/4 ડિક્લેર્ડ બાદ ઓડિશાએ 285 રન બનાવ્યા હતા અને મુંબઈએ ઓડિશાને ફૉલો-ઑન આપી હતી. બીજા દાવમાં ઓડિશાની ટીમ 214 રનના સ્કોર પર આઉટ થઈ ગઈ હતી. સ્પિનર શમ્સ મુલાનીએ બીજા દાવની પાંચ વિકેટ સહિત આખી મૅચમાં કુલ 11 વિકેટ લીધી હતી. પહેલા દાવમાં તેણે છ વિકેટ લીધી હતી. બીજા સ્પિનર હિમાંશુ સિંહે પ્રથમ દાવની ત્રણ વિકેટ બાદ શનિવારે બીજી ઇનિંગ્સમાં ચાર વિકેટ સહિત કુલ સાત શિકાર કર્યા હતા. મુલાનીને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

અગરતલામાં બરોડા અને ત્રિપુરાની મૅચ ડ્રૉમાં પરિણમી હતી. જોકે પ્રથમ દાવની સરસાઈ બદલ ત્રિપુરાને ફાળે ત્રણ પૉઇન્ટ આવ્યા હતા અને બરોડાના ફાળે એક પૉઇન્ટ આવ્યો હતો. ત્રિપુરાએ પૉઇન્ટ્સ-ટેબલની આ મોખરાની ટીમને બીજા દાવમાં જોરદાર લડત આપી હતી. એમાં ત્રિપુરાએ સાત વિકેટે 482 રન બનાવ્યા હતા અને કૅપ્ટન કૃણાલ પંડ્યા સહિત કુલ નવ બોલર ત્રિપુરાને 247 રનની તોતિંગ સરસાઈ લેતું નહોતા રોકી શક્યા. શનિવારે બીજા દાવમાં રમતના અંત સુધીમાં બરોડાએ 241 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. આ વખતે ત્રિપુરાના નવ બોલરે બોલિંગ કરી હતી. મૅચમાં કુલ છ વિકેટ લેનાર ત્રિપુરાના પેસ બોલર અભિજિત સરકારને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.

રાંચીમાં ઝારખંડ સામેની મૅચ સૌરાષ્ટ્રએ ડ્રૉમાં જતી જોવી પડી હતી. સૌરાષ્ટ્રએ પ્રથમ દાવમાં 80 રનની લીડ લીધી હતી અને બીજા દાવમાં ઝારખંડને 283 રનમાં આઉટ કરી દેતાં સૌરાષ્ટ્રને 204 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જોકે સમયના અભાવ બદલ મૅચને ડ્રૉ જાહેર કરવી પડી હતી. સૌરાષ્ટ્રને સરસાઈ બદલ ત્રણ પૉઇન્ટ મળ્યા અને ઝારખંડને એક પૉઇન્ટ અપાયો હતો.

અમદાવાદમાં ગુજરાતે પુડુચેરી સામે 14 રનની નજીવી સરસાઈ મેળવી એ બદલ ગુજરાતને મૅચ ડ્રૉમાં ગયા બાદ ત્રણ પૉઇન્ટ મળ્યા હતા અને પુડુચેરીના ફાળે એક પૉઇન્ટ આવ્યો હતો. પહેલા દાવમાં 200 રન બનાવનાર ગુજરાતના આર્ય દેસાઈને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.

આ પણ વાંચો : WPL: ગુજરાત જાયન્ટ્સ લીધો મોટો ફેંસલો, T20 વર્લ્ડકપ વિજેતા પ્લેયરને એક ઝટકામાં કરી બહાર

ગઈ રણજી સીઝનની રનર-અપ વિદર્ભની ટીમે શનિવારે સતત ચોથી મૅચ જીતી લીધી હતી. ગ્રૂપ `બી’ના વિદર્ભની ટીમ પચીસ પૉઇન્ટ સાથે મોખરે છે અને નૉકઆઉટમાં પહોંચવાની તૈયારીમાં છે. શનિવારે વિદર્ભએ હિમાચલને એક દાવ અને 88 રનથી હરાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker