રણબીર કપૂર બાદ બોલીવુડના આ કલાકારો હવે ED ના રડાર પર

મુંબઇ: મહાદેવ બુક ઓનલાઇન ગેમિંગ એપ છેલ્લાં કેટલાંક દિવસોથી ચર્ચામાં છે. આ કંપની પર ED ની રેડ પડી હોવાથી અનેક બોલીવુડ સેલિબ્રીટી હવે ED ના રડાર પર છે. એક્ટર રણબીર કપૂર બાદ હવે જાણીતા બોલીવુડ કલાકારો અને સીંગર્સ પણ ED ના રડાર પર છે. 
જેમણે મહાદેવ બુક ગેમિંગ એપની જાહેરાત કરી હોવાની જાણકારી ED ને તપાસ દરમીયાન મળી છે. અમિષા પટેલ, શ્રદ્ધા કપૂર, સોનાક્ષી સિન્હા, ઇમ્રાન હાશ્મી, બોમન ઇરાની, કોમેડીયન ભારતી સિંહ અને કેટલાંક સિંગર્સ દ્વારા મહાદેવ બુક ગેમિંગ એપની જાહેરાત કરી રહ્યાં છે તેવો વિડીયો સામે આવ્યો છે.
ED ના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મહાદેવ બુક ગેમિંગ એપ આ ઓન લાઇન ગેમિંગ એપથી સંલગ્ન મની લોંન્ડ્રીંગ કેસમાં આ તમામ કલાકારો અને ગાયકોને ED ના અધિકારીઓ દ્વારા તપાસ માટે બોલાવવામાં આવે તેવી શક્યતાઓ છે.
આ એપનું પ્રમોશન કરનારા તમામ કલાકારો અને ગાયકોને મોટી રકમ ચૂકવવામાં આવી છે એવી માહીતી સત્તાવાર સૂત્રોમાંથી મળી છે. તેથી સૌરભ ચંદ્રાકરના લગ્નમાં હાજરી આપનારા અને બર્થ ડે પાર્ટીમાં સામેલ થયેલ તથઆ જેમણે પરફોર્મ કર્યુ હતું તેવા સેલિબ્રટી જ નહીં પણ આ એપનું પ્રમોશન કરનારા બોલીવુડના સેલિબ્રીટી પણ ED ના રડાર પર છે.
ED એ આ અંગે છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલના સલાહકાર વિનોદ વર્મા અને મુખ્ય પ્રધાનના બે ઓએસડીની પણ પૂછપરછ કરી છે બોલીવુડ કલાકારોની સાથે જ કેટલાંક સ્પોર્ટ્સ પર્સનાલીટીએ પણ આ એપનું પ્રમોશન કર્યું હોવાની શક્તાઓ છે.
ED ના રડાર પર છે આ સેલિબ્રીટી
- ટાયગર શ્રોફ
 - સની લિઓની
 - આતિફ અસ્લમ
 - રાહત ફતેહ અલી ખાન
 - અલી અજગર
 - વિશાલ દદલાની
 - નેહા કક્કડ
 - એલી એવરામ
 - ભારતી સિંહ
 - ભાગ્યશ્રી
 - પુલકીત
 - કીર્તી ખરબંદા
 - નુસરત ભરુચા
 - કૃષ્ણાઅભિષેક
 - અમિષા પટેલ
 - શ્રદ્ધા કપુર
 - સોનાક્ષી સિન્હા
 - ઇમ્રાન હાશ્મી
 - બોમન ઇરાની
 
 


