કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ તાકીદે પૂરો કરવાની માગણી કરી

મુંબઈ: બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ધારાવીમાં આયોજિત એક કાર્યક્રમમાં કેન્દ્રીય સામાજિક ન્યાય ખાતાના પ્રધાન રામદાસ આઠવલેએ ધારાવીના તાકીદે રિડેવલપમેન્ટની માગણી કરી હતી. એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી તરીકેની ઓળખ ધરાવતા ધારાવીમાં નાગિરકોને સારી અને સુસજ્જ સુવિધા ઉપલબ્ધ થાય તે માટે પ્રોજેક્ટની ગતિ વધારવાની અપીલ તેમણે કરી હતી.
ધારાવી ફક્ત ઝૂંપડપટ્ટી નથી. અહીં મરાઠી, હિંદી, તમિળ ભાષી અને વિવિધ ધર્મના લોકો રહે છે. બધાને સન્માનપુર્વક અને સુરક્ષિત ઘર મળવા જોઈએ એમ આઠવલેએ કહ્યું હતું. આ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ તરીકે અમલમાં મૂકવો જોઈએ, જેથી અહીંના નાગરિકોનું પુનર્વસન વહેલામાં વહેલી તકે થઈ શકે.
આ પણ વાંચો: ધારાવી રિડેવલપમેન્ટમાં ‘હાઉસિંગ ફોર ઓલ’ રિડેવલપમેન્ટનો માસ્ટર પ્લાન બહાર પાડવામાં આવશે
રિડેવલપમેન્ટ પ્રોજેક્ટને કેટલેક સ્થળે વિરોધ થઈ રહ્યો હોવાનું તેમણે કબૂલ કર્યું હતું અને જણાવ્યું હતું કે લોકશાહીમાં મતભેદનો અધિકાર બધાને છે, પરંતુ આ પ્રોજેક્ટ લોકોના હિતનો છે. લોકશાહીમાં વિરોધ કરવો યોગ્ય છે, પરંતુ ધારાવીનું રિડેવલપમેન્ટ સમયની માગ છે. તે વહેલામાં વહેલી તકે શરૂ થવો જોઈએ એવો અમારો મત છે, એમ તેમણે કહ્યું હતું.
ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પર અત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારનું ધ્યાન છે. આ પ્રોજેક્ટને કારણે લાખો લોકોના જીવનધોરણમાં મોટો ફેરફાર થશે. એમ રામદાસ આઠવલેના સમર્થન પરથી સિદ્ધ થાય છે.