આમચી મુંબઈ
રામદાસ આઠવલેની રાહુલ ગાંધી વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ
બંધારણ બદલવાના નિવેદન અંગે ફરિયાદ નોંધાવી

મુંબઈ: સામાજિક ન્યાય ખાતાના કેન્દ્રીય પ્રધાન તેમ જ રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા(આરપીઆઇ)ના વડા રામદાસ આઠવલેએ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ચૂંટણીપંચમાં ફરિયાદ નોંધાવી છે. રાહુલ ગાંધી વારંવાર ભાજપ બંધારણ બદલવાની હોવાનો દાવો કરવામાં આવતો હોય છે અને આ જ મામલે આઠવલે દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ વિશે માહિતી આપતા દિગ્ગજ દલિત નેતા આઠવલેએ જણાવ્યું હતું કે ગાંધીને આ પ્રકારના નિવદનો આપતા રોકવામાં આવવા જોઇએ. રાહુલ ગાંધીએ વારંવાર એવો દાવો કર્યો છે કે ભાજપ ફરી સત્તામાં આવશે તો તે બંધારણમાં ફેરફાર કરશે. જોકે, વડા પ્રધાને આ આરોપો દર વખતે ફગાવ્યા છે. મેં ગાંધીના આ દાવાઓ વિરુદ્ધ ચૂંટણીપંચમાં ફરિયાદ નોંધાવી છે. તેમને આવો દાવો કરતા રોકવા જોઇએ અને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવવી જોઇએ, એમ આઠવલેએ જણાવ્યું હતું.