રમાબાઈ આંબેડકર નગર પુનર્વિકાસ 16 હજાર રહેવાસીઓને જુલાઈ સુધીમાં પાત્રતા
મુંબઈ: ઘાટકોપરમાં આવેલા રમાબાઈ આંબેડકર પુનર્વિકાસ પ્રકલ્પના રહેવાસીઓની પાત્રતા નિશ્ચિત કરવાનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. 15 જુલાઈ સુધીમાં 16 હજાર 575 રહેવાસીઓની પાત્રતા નિશ્ચિત કરવાનું આયોજન ઝૂંપડપટ્ટી પુનર્વસન પ્રાધિકરણનું છે. મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણ (એમએમઆરડીએ)એ પ્રથમ તબક્કામાં માર્ગના વિસ્તારને કારણે અડચણમાં મુકાનારા રહેવાસીઓના 1694 ઘર ખાલી કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે. આ ઘરો ખાલી થયા પછી સપ્ટેમ્બરથી પૂર્વ મુક્ત માર્ગના વિસ્તારના કામની શરૂઆત કરવાની એમએમઆરડીએની યોજના છે.
પુર્વમુક્ત માર્ગનો ઘાટકોપર છેડા નગર, આનંદ નગર, થાણા એવો વિસ્તાર કરવાનો નિર્ણય એમએમઆરડીએ દ્વારા લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ માટે રમાબાઈ આંબેડકર નગર સ્થિત 1694 ઘર અડચણ ઊભી કરતા હતા. પરિણામે એમએમઆરડીએ દ્વારા આ વિઘ્ન ઊભા કરતા ઘરો સહિત સંપૂર્ણ રમાબાઈ આંબેડકર નગરનો પુનર્વિકાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ ઝોપુ પ્રાધિકરણ અને એમએમઆરડીએ દ્વારા સંયુક્તપણે અમલમાં મુકવામાં આવી રહ્યો છે.
એ અનુસાર ઝોપુ પ્રાધિકરણે 16 હજાર 575 રહેવાસીઓનું સર્વેક્ષણ પૂર્ણ કરી હવે પરિશિષ્ટ 2 તૈયાર કરવાના કામનો પ્રારંભ થયો છે. અમુક રહેવાસીઓની પાત્રતા નિશ્ચિત થઈ છે અને તેમનું પરિશિષ્ટ 2 પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. હવે બાકીના રહેવાસીઓની પાત્રતા 15 જુલાઈ સુધીમાં નિશ્ચિત કરવામાં આવશે એવી માહિતી ઝોપુ પ્રાધિકરણના વરિષ્ઠ અધિકારીઓએ આપી હતી.