આમચી મુંબઈ

રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા : ટીસના વિદ્યાર્થીઓને વિરોધપ્રદર્શન કરવા સામે ચેતવણી

આઈઆઈટી બોમ્બે પ્રસંગને ઉજવવા સજ્જ

મુંબઈ: ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સે (ટીસ) તેના વિદ્યાર્થીઓને ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ વિરુદ્ધ કેમ્પસમાં કોઈપણ વિરોધ પ્રદર્શન કરવા સામે કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા પગલાં લેવાની ચેતવણી આપી છે. બીજી તરફ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી બોમ્બે (આઈઆઈટી-બોમ્બે), આ પ્રસંગને ઉજવવા માટે ‘ગૌશાળા’નું ઉદ્ઘાટન અને મહાકાવ્ય રામાયણ પર આધારિત કવિતાનું પઠન જેવા કાર્યક્રમો યોજવા સજ્જ છે.

ટીઆઇએસેસ દ્વારા ૧૮ જાન્યુઆરીએ જારી કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે તે પ્રશાસનના ધ્યાન પર લાવવામાં આવ્યું હતું કે કેટલાક વિદ્યાર્થીઓ ૨૨ જાન્યુઆરીએ રામ જન્મભૂમિ ‘પ્રાણપ્રતિષ્ઠાન’ વિરુદ્ધ સંસ્થાના જૂના અથવા નવા કેમ્પસમાં વિરોધ પ્રદર્શન કરવાનું આયોજન કરી રહ્યા છે.

નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, “અમે વિદ્યાર્થીઓને આવી કોઈપણ પ્રવૃત્તિઓ અથવા પ્રદર્શનમાં ભાગ ન લેવા માટે સખત ચેતવણી આપીએ છીએ, અને આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા વિદ્યાર્થીઓ સામે કાયદા અમલીકરણ એજન્સી જરૂરી પગલાં લેશે. દરમિયાન, આઈઆઈટી-બી ૨૨ જાન્યુઆરીએ નવી ‘ગૌશાળા’નું ઉદ્ઘાટન કરશે અને કેમ્પસમાં જાણીતા મરાઠી કવિ જી ડી માડગુલકર દ્વારા લખાયેલ ‘ગીત રામાયણ’નું પઠન કરશે.

જો કે, આઈઆઈટી-બી ખાતે ડાબેરી વલણ ધરાવતા વિદ્યાર્થીઓની સંસ્થા આંબેડકર ફુલે પેરિયાર સ્ટડી સર્કલ તરફથી આની ટીકા કરવામાં આવી છે.

તેમણે આઈઆઈટી બોમ્બે ના સત્તાવાર હેન્ડલ એક્સ પર લખ્યું હતું કે વહીવટીતંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમો દર્શાવે છે કે તેઓ ભારતીય બંધારણના બિનસાંપ્રદાયિકતાના સિદ્ધાંતને છોડીને હિંદુત્વ રાજકીય દળો સામે ઘૂંટણિયે પડ્યું છે. (પીટીઆઈ)ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા