આમચી મુંબઈટોપ ન્યૂઝ

કેન્દ્રીય પ્રધાનની દીકરીની છેડતીનો એક આરોપી હિસ્ટ્રી શીટરઃ વિરોધપક્ષે માગ્યું ફડણવીસનું રાજીનામું…

મુંબઈઃ મહારાષ્ટ્રમાં આજથી વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થઈ રહી છે ત્યારે મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને મહાયુતિ સરકારને ઘેરવા વિપક્ષને એક મુદ્દો મળી ગયો છે. ભાજપના જ કેન્દ્રમાં રાજ્યકક્ષાના પ્રધાન રક્ષા ખડસેની દીકરીની શિવરાત્રીના મેળા દરમિયાન થયેલી છેડતીનો મુદ્દો આજથી વિધાનસભામાં ગાજશે અને આ સાથે રાજ્યમાં મહિલા સુરક્ષાનો મુદ્દો પણ એટલો જ ચર્ચામાં આવશે.

Also read : કેન્દ્રીય પ્રધાન રક્ષા ખડસેની દીકરીની છેડતી: એકની ધરપકડ…

આરોપી નીકળ્યો હિસ્ટ્રી શિટર
રક્ષા ખડસેની દીકરી અને તેની બહેનપણીઓ જળગાંવના કોથળી ખાતે શિવરાત્રીના મેળમાં ગયા હતા. અહીં લગભગ ચાર-પાંચ છોકરાઓએ તેમની છેડતી કરી અને તેની સાથેના પોલીસ ગાર્ડને પણ પરેશાન કરી તેનો વીડિયો બનાવ્યો હતો. આ ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. મહિલા પ્રધાનની જ દીકરી અસુરક્ષિત હોય તો સામાન્ય યુવતીની સુરક્ષાનું શું તેવો સવાલ ખુદ રક્ષા ખડસેએ કર્યો છે.

એક સમયે ભાજપના ખૂબ જ દિગ્ગજ ગણાતા અને હાલ એનસીપીના નેતા એવા એકનાથ ખડસેની પુત્રવધુ રક્ષા ખડસેએ આ મામલે પોલીસની કામગીરી સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી અને તેઓ ખુદ મુક્તાઈનગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા ગયા હતા. ઘટના બાદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આરોપીઓ સામે સખત પગલાંની બાંહેધરી આપી હતી. આરોપીઓમાંથી એક આરોપીની ગઈકાલે જ અટક થઈ હતી, જેમાંથી એક અનિકેત ભુઈ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. અનિકેત સામે અન્ય ચાર ગુના નોંધાયેલા હોવાની માહિતી પણ પોલીસ સૂત્રો પાસેથી મળી હતી. અન્ય ચાર આરોપીને પોલીસ શોધી રહી છે.

Also read : મુંબઈના રેલવે સ્ટેશનોના ‘ઈમર્જન્સી મેડિકલ રુમ’ કરાયા બંધઃ ઘાયલોની કેમ થશે સારવાર?

વિરોધપક્ષે માગ્યું ફડણવીસનું રાજીનામું
વિરોધપક્ષે આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે અને પક્ષ પોતાના પ્રધાનની પુત્રીને પણ સુરક્ષા ન આપી શકે તે ગંભીર વાત છે. કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ હર્ષવર્ધન સપકાળે જણાવ્યું હતું કે રાજ્યમાં મહિલાઓની સુરક્ષાનો મુદ્દો ખૂબ જ ગંભીર બની ગયો છે અને રાજ્યને એક ફુલ ટાઈમ ગૃહ પ્રધાનની જરૂર છે. આથી ફડણવીસે ગૃહપ્રધાનપદ છોડી દેવું જોઈએ અને એક મજબૂત નેતાને આ પદે બેસાડવો જોઈએ. આજથી ચાલુ થતાં સત્રમાં પણ આ મુદ્દો ઉછળશે તે નક્કી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button