મુંબઈ: મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ રાજ્યસભાની યોજાનારી ચૂંટણી બાબતે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. રાજ્યસભાની ચૂંટણીમાં કોઇપણ પક્ષ વચ્ચે ચૂંટણીનો જંગ નહીં જામે એવી માહિતી બાવનકુળેએ આપતા કહ્યું હતું કે રાજ્યસભાની ચૂંટણી ૧૦૦ ટકા બિનહરીફ જ થશે. કારણ કે બધા પાસે પોત પોતાનો ક્વૉટા
છે. બધા પાસે વિજય મેળવવા પૂરતો ક્વૉટા હોવાના કારણે ખોટો હાઉ ઊભો કરીને મહારાષ્ટ્રને ખોટી દિશામાં લઇ જવાની જરૂર નથી. ચોથો ઉમેદવાર ભાજપ નહીં ઉતારે તેની ખાતરી આપતા બાવનકુળેએ કહ્યું હતું કે અમે ચોથો ઉમેદવાર ઊભો નહીં કરીએ. કારણ કે બધા જ પાસે ક્વૉટા છે. તેથી આ ચૂંટણી બિન વિરોધ જ થશે.
