ઘાટકોપર જૉલી જિમખાના આયોજિત જેપીએલ ટી-10 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં રાજેશ રૉયલ્સ વિજયી…
મુંબઈઃ ઘાટકોપર જૉલી જિમખાના દ્વારા યોજાતી ધમાકેદાર જેપીએલ ટી-10 ક્રિકેટ ટૂર્નામેન્ટની 14મી સીઝનમાં રાજેશ કેબલ નેટવર્કની ટીમ રાજેશ રૉયલ્સે 32 રનથી વિજય મેળવ્યો હતો.
આ પણ વાંચો : ICC ટેસ્ટ રેન્કિંગમાં મોટા ફેરફાર, હેરી બ્રુકને બદલે આ બેટ્સમેન બન્યો નંબર વન
રાજેશ રૉયલ્સે પ્રથમ બૅટિંગ કરતા રુષભ રૂપાણીના 37 રન તથા વિરલ શાહના 40 રનના મહત્ત્વના યોગદાન થકી 122 રનનો જુમલો ખડક્યો હતો. જેના જવાબમાં `ચાઇ ગરમ’ ટીમ 90 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. એમાં રુષભ રૂપાણીએ ત્રણ વિકેટ મેળવીને વિજયનો પાયો બાંધ્યો હતો.
ટૂર્નામેન્ટના અંતે ટ્રસ્ટી સેક્રેટરી મુકેશભાઈ બદાણી, ટ્રસ્ટી ટ્રેઝરર બળવંતભાઈ સંઘરાજકા, જોઇન્ટ સ્પોર્ટ્સ કો-ઑર્ડિનેટર નલીનભાઈ મહેતા, ક્રિકેટ ઇન્ચાર્જ અને મૅનેજિંગ કમિટીના મેમ્બર નીશીથભાઈ ગોળવાલા, તેમ જ મૅનેજિંગ કમિટીના સભ્યો સંજયભાઈ રૂપાણી તથા સંજયભાઈ મુછાળા, જયેશભાઈ વોરા તેમ જ ટૂર્નામેન્ટના સ્પૉન્સર જીતુભાઈ મહેતા, મંથન મહેતા, નિમીત મહેતા અને ક્રિકેટ સબ-કમિટીના ક્ન્વીનર મથુરાદાસ ભાનુશાલીના હસ્તે નીચે જણાવ્યા મુજબની ટ્રોફીઓ એનાયત કરવામાં આવી હતીઃ
બેસ્ટ બૅટરઃ દર્શન રેલાન (115 રન), બેસ્ટ બોલરઃ રુષભ રૂપાણી (આઠ વિકેટ), પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટઃ સમર્થ પટેલ (142 રન, ત્રણ વિકેટ).
આ પણ વાંચો : ઈલોન મસ્ક અને સુંદર પિચાઈ કેમ બુમરાહના પર આફરીન થયા?
મૅનેજિંગ કમિટીએ નક્કી કર્યું છે કે આવી ટૂર્નામેન્ટ વર્ષમાં બે વખત યોજવામાં આવશે જેથી કરીને દરેક જિમખાનાના ખેલાડીઓને આગળ આવવાનો મોકો મળે.