રાજ ઠાકરે ફરી માતોશ્રીના દ્વારેઃ બન્ને ભાઈઓ વર્ષમાં છટ્ઠી વાર મળ્યા | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

રાજ ઠાકરે ફરી માતોશ્રીના દ્વારેઃ બન્ને ભાઈઓ વર્ષમાં છટ્ઠી વાર મળ્યા

મુંબઈઃ પાંચમી જુલાઈએ એકાદ દસકા બાદ રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે મરાઠી ભાષા વિજયી મેળાના મંચ પર એકત્ર આવ્યા હતા. તે દિવસથી બન્ને ભાઈઓ વચ્ચે નિકટતા વધતી હોવાનું અને બન્નેના પક્ષ એક થઈ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી લડવા અંગે વિચાર કરી રહ્યા હોવાની ચર્ચા થાય છે. છેલ્લા ઘણા સમયથી બન્નએ એકસૂરમાં બોલવા પણ લાગ્યા છે. ત્યારબાદ રાજ ઠાકરે ઉદ્ધવ ઠાકરેના જન્મદિવસ નિમિત્તે 27મી જુલાઈએ પણ રાજ પત્ની શર્મિલા સાથે માતોશ્રી ગયો હતો.

ત્યારબાદ બે અવસરે ગણેશોત્સવ 27મી ઑગસ્ટ અને 10મી સપ્ટેમ્બરે પારિવારિક મુલાકાતના બહાને મળ્યા હતા. તો થોડા દિવસો પહેલા 5મી ઑક્ટોબરે બન્ને પરિવાર ફરી માતોશ્રી ખાતે મળ્યા હતા. ત્યારે આજ અચાનક રાજ ઠાકરે અને પત્ની શર્મિલા ફરી માતોશ્રીમાં થોડીવાર પહેલા જ એન્ટર થયા છે.

અહીં તેઓ ઉદ્ધવ ઠાકરે પરિવાર સાથે લંચ તો લેવાના જ છે, પરંતુ આ મુલાકાત ફરી રાજકીય હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
પાલિકાની ચૂંટણીને લાંબો સમય નથી. દિવાળી બાદ અને બિહારની ચૂંટણી બાદ એટલે કે 14મી નવેમ્બર બાદ ગમે ત્યારે મુંબઈની ચૂંટણીના બ્યૂગલ વાગે તેવી શક્યતા છે.

રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના બન્ને માટે આ મરણિયો જંગ છે. બન્ને માટે અસ્તિત્વની લડાઈ છે. બન્ને સાથે લડશે અને સિટ શેરિંગ સુધી વાત પહોંચી ગઈ હોવાના અહેવાલો પણ આવે છે, પરંતુ હજુ સુધી સત્તાવાર કોઈ જાહેરાત થઈ નથી.

આ પણ વાંચો…ઉદ્ધવ ઠાકરે સાથે ગઠબંધનની ચાલમાં રાજ ઠાકરેનો હાથ ઉપર, જાણો કઈ રીતે?

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button