RSS માટે રાજ ઠાકરેનો પ્રેમ? જાણો શું કહ્યું રાજ ઠાકરેએ વખાણમાં…
મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બિનશરતી સમર્થન આપનારા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે)ના અધ્યક્ષ રાજઠાકરેનો પોડકાસ્ટ ખૂબ જ ચર્ચામાં છે. ઉલ્લેખનીય છે કે આજકાલ યુવાનોમાં યુટ્યુબ પર યાલતા પોડકાસ્ટ ખૂબ જ લોકપ્રિય થઇ રહ્યા છે, જેમાં પારંપારિક રીત કરતાં જુદા અંદાજે સંવાદ સાધવામાં આવે છે, જેમાં રાજ ઠાકરેએ ભાગ લીધો હતો, અને તેમાં પણ તેમણે આરએસએસ(રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)ના અધ્યક્ષ મોહન ભાગવતના કરેલા વખાણને પગલે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. આરએસએસના સ્થાપના દિવસે તેમણે આ સંગઠનને અભિનંદન પાઠવ્યા હતા. દશેરાના દિવસે આરએસએસના 99 વર્ષ પૂરા થયા હતા અને 100મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો.
આ પણ વાંચો : મને મારી નાખવાનું કાવતરુંઃ મનોજ જરાંગેએ પોતાના મૃત્યુ વિશ કહી આ વાત…
આ દરમિયાન રાજ ઠાકરેએ કહ્યું હતું કે ભારતને પોતાની માતૃભૂમિ માનનારા બધા જ હિંદુ છે અને આ હિંદુ સમાજનું એકીકરણ કરવાના ઉદ્દેશથી આરએસએસની સ્થાપના કરવામાં આવી હતી. ભારતીત્વ, રાષ્ટ્રવાદ, હિંદુત્વનું સમાજ અભિમાન કરે એ માટે છેલ્લાં 99 વર્ષથી સંઘે નિસંદેહ મોટું કામ કર્યું છે. તેમનું કામ હંમેશા મને અચંભો પમાડે છે. દેશમાં કોઇપણ નૈસર્ગિક કોપ વરસે ત્યારે ત્યાં જઇને સેવા આપવામાં આરએસએસ સૌથી અગે્રસર હોય છે.
આ પણ વાંચો : હેં, મ્હાડાની લોટરીમાં ઠાકરે પરિવારના સભ્યને પવઈમાં મળ્યું ઘર?!
તેમણે સંઘના વખાણ કરતા કહ્યું હતું કે કોઇ સંગઠન 100 વર્ષ સુધી આવું કપરું કામ કરે એ સરળ વાત નથી. વિશ્ર્વના ઇતિહાસમાં મને નથી લાગતું કે કોઇ સંગઠન 100 વર્ષ ટક્યું હોય અને હોય તો પણ તેનો વિસ્તાર કરી શક્યું હોય અને હજી કાર્યરત હોય તે શક્ય નથી.