રાજ ઠાકરેનો જૂના સાથીદારોને પોતાની સાથે લેવાનો આદેશ | મુંબઈ સમાચાર

રાજ ઠાકરેનો જૂના સાથીદારોને પોતાની સાથે લેવાનો આદેશ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેએ સોમવારે આયોજિત પદાધિકારીઓની બેઠકમાં એવું સૂચન કર્યું હતું કે ચૂંટણીની તૈયારીઓ એકબીજા સાથે કોઈ વિવાદ વગર શરૂ કરવી જોઈએ. રાજ ઠાકરેના નજીકના સહયોગી અને મનસેના નેતા બાળા નાંદગાંવકરે બેઠક બાદ સાથે આવી માહિતી આપી હતી.

નાંદગાંવકરે કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજાવાની છે. આને ધ્યાનમાં રાખીને રાજ ઠાકરેએ પદાધિકારીઓને મહત્વપૂર્ણ સૂચનાઓ આપી છે. તેમણે સંગઠનાત્મક દ્રષ્ટિકોણથી શું કરવું જોઈએ તે અંગે અમને માર્ગદર્શન આપ્યું હતું.

આ પણ વાંચો: … તો પછી તમારી ધરપકડ થશે: રાજ ઠાકરેએ સરકારને ફેંકેલા પડકાર પર ફડણવીસનો જવાબ

જ્યારે પત્રકારોએ નાંદગાંવકરને સવાલ કર્યો કે ‘શું મનસે અને શિવસેના (યુબીટી)ના ગઠબંધન વિશે કોઈ ચર્ચા થઈ છે? કે પછી પદાધિકારીઓએ મનસે પ્રમુખને આ બાબતે પૂછ્યું હતું?’ ત્યારે નાંદગાંવકરે કહ્યું હતું કે, આ અંગે કોઈ ચર્ચા થઈ નથી. ગઠબંધન અંગેના નિર્ણય રાજ ઠાકરે પોતે લેશે. પદાધિકારીઓની બેઠકમાં ગઠબંધનનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો ન હતો. જોકે, રાજ ઠાકરેએ અમને એવી સલાહ આપી હતી કે અમારે તેમના પક્ષના કાર્યકર્તાઓનું સન્માન કરવું.

બાળા નાંદગાંવકરે કહ્યું હતું કે, રાજ ઠાકરેએ અમને જૂના કાર્યકરોને સાથે લેવાની સૂચના આપી છે. બધા ભૂતપૂર્વ પદાધિકારીઓ અને અગાઉ તમારી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી ચૂકેલા ઉમેદવારો અને હાલમાં ઘરે બેઠા છે તેવા કાર્યકરોને પણ સાથે લાવો. દરેક કાર્યકર આપણો છે. જે કોઈ જૂના સાથીદાર સાથે આવે, તેને વિશ્ર્વાસ સાથે ભેગા કરો. તેને ખાતરી આપો કે આપણે સાથે મળીને આગળ વધવા માગીએ છીએ.

આ પણ વાંચો: શું રાજ ઠાકરેની મુશ્કેલીઓ વધશે?

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને, રાજ ઠાકરેએ મનસેની સમીક્ષા બેઠકમાં પદાધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. રાજ ઠાકરેએ પદાધિકારીઓને કહ્યું હતું કે, ચૂંટણીના સંદર્ભમાં તમારા જૂના કાર્યકરો અને પદાધિકારીઓને તમારી સાથે લો, જૂની ફરિયાદો છોડી દો. મતદાર યાદીઓ પર ખાસ કામ કરો, બધી મતદાર યાદીઓ તપાસો.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »

સંબંધિત લેખો

Back to top button