આમચી મુંબઈ

ભાજપની મહાયુતીમાંથી નહીં મળી ટિકિટ તો નેતાઓ શરદ પવારના ચક્કર લગાવવા માંડ્યા, ભાજપના ગઠબંધનમાં મુશ્કેલી

મુંબઇઃ મહારાષ્ટ્રમાં ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજીત પવારની એનસીપી વચ્ચે સીટ વહેંચણીની ડીલ લગભગ ફાઈનલ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં ઘણા નેતાઓને લાગે છે કે તેમને ટિકિટ મળી શકશે નહીં. આ ડરને કારણે હવે તેઓએ વિપક્ષી છાવણી સાથે સંપર્કો બનાવવાનું અને વાટાઘાટો કરવાનું શરૂ કરી દીધું છે. સરળ ભાષામાં કહીએ તો મહારાષ્ટ્રના શાસક મહાયુતી ગઠબંધનના અસંતુષ્ટ નેતાઓ હવે મહા વિકાસ આઘાડીમાંથી લોકસભાની ટિકિટ મેળવવાની શક્યતાઓ શોધી રહ્યા છે અને આ માટે તેઓ શરદ પવારનો સંપર્ક કરી રહ્યા છે.

બુધવારે જ બીડ જિલ્લાના એનસીપીના નેતા બજરંગ સોનાવણે પુણે ખાતે એક કાર્યક્રમમાં એનસીપી (શરદચંદ્ર પવાર)માં જોડાયા હતા જ્યારે પાર્ટીનું વિભાજન થયું ત્યારે સોનાવણેએ અજીત પવારનો સાથ આપ્યો હતો, પરંતુ ભાજપએ બીડ માંથી પંકજ મુંડેને સીટ આપી તેનાથી તેઓ નારાજ થયા હતા અને પક્ષ બદલી નાખ્યો હતો.


મહારાષ્ટ્રની 48 લોકસભા બેઠકો માટે 19 એપ્રિલથી 20 મે વચ્ચે પાંચ તબક્કામાં મતદાન યોજાવાનું છે. મતગણતરી ચોથી જૂનના રોજ થશે. શરદ પવારે જણાવ્યું હતું કે નિર્ણય લેવા માટે તેમની પાસે હજી થોડો સમય છે. તેઓ ઉમેદવારની યાદીને અંતિમ રૂપ આપતા પહેલા બધા સાથે ચર્ચા કરશે.

Also Read:https://bombaysamachar.com/mumbai/amit-shah-and-raj-thackerays-meeting-what-was-the-reaction-of-thackeray-and-sharad-pawar-group/

તાજેતરમાં શરદ પવાર જૂથમાં જોડાયેલા સોનાવણેની વાત કરીએ તો તેમણે 2019ની લોકસભાની ચૂંટણી એનસીપીના ઉમેદવાર તરીકે ભાજપના પ્રિતમ મુંડે સામે લડી હતી. તેઓ હારી ગયા હતા, પરંતુ તેમણે જણાવ્યું કે તેમને પાંચ લાખથી વધુ મત મળ્યા હતા. તેઓ છેલ્લી ચૂંટણીમાં જ ઓછા અંતરથી હારી ગયા હતા. તેમણે બીડમાં પાર્ટીને મજબૂત કરવાની દિશામાં કામ કરવાની સંમતિ આપી છે. સોનામણે એમ પણ જણાવ્યું હતું કે શરદ પવારનો અને તેમની પાર્ટીનો જે પણ નિર્ણય હશે તેને તેઓ સ્વીકાર કરશે.

રાષ્ટ્રીય સમાજ પક્ષના સ્થાપક મહાદેવ જાનકરે પણ પવારના નિવાસ્થાનની મુલાકાત લીધી હતી. 2019માં તેમણે બારામતીથી શરદ પવારની પુત્રી સુપ્રિય સુળે સામે ઉમેદવારી કરી હતી. હવે તેઓ માધા બેઠક પરથી એમબીએના ઉમેદવાર તરીકે ભાજપના રણજીતસિંહ નાઇક નિમ્બાલકર સામે ચૂંટણી લડવા માંગે છે. શરદ પવારે તેમને સકારાત્મક સંકેત આપ્યા હોવાનો તેમણે દાવો કર્યો છે.

Also Read:https://bombaysamachar.com/mumbai/raj-thackeray-was-not-given-a-single-lok-sabha-seat-then-what-was-the-deal-between-mns-and-bjp/

તેવી જ રીતે પારનેરના વિધાનસભ્ય નિલેશ લંકે તેમના સમર્થકોના મોટા જૂથ સાથે પવારના નિવાસ્થાને આવ્યા હતા. શરદચંદ્ર પવાર જૂથના એનસીપીના જયંત પાટીલે કહ્યું હતું કે એક બાજુ સત્તા અને પૈસો છે જ્યારે અમારી પાસે લોકોની શક્તિ છે તેથી જ હવે ઘણાં નેતાઓ અમારી સાથે પાછા જોડાઈ રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button