રાજ્યમાં આગામી ૪૮ કલાકમાં વરસાદની આગાહી | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

રાજ્યમાં આગામી ૪૮ કલાકમાં વરસાદની આગાહી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના જુદા જુદા વિસ્તારમાં મંગળવારે મોડી રાતના વરસાદના હળવા ઝાપટાં પડ્યા બાદ બુધવારે દિવસ દરમિયાન વાદળિયું વાતાવરણ રહ્યું હતું. તો રાજ્યમાં આગામી ૨૪થી ૪૮ કલાક દરમિયાન હળવા વરસાદના ઝાપટાં પડવાની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે.

મંગળવાર બાદ બુધવારે પણ દિવસ દરમિયાન કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. તો મુંબઈગરા હાલ દિવસના ગરમી અને રાતના હળવી ઠંડી જેવા મિશ્ર વાતાવરણનો અનુભવ કરી રહ્યા છે, તેમાં મંગળવારે ૧૦ વાગ્યા બાદ મુંબઈના જુદા જુદા વિસ્તારમાં હળવા ઝાપટાં પડી ગયા હતા. તેને કારણે હવાની ગુણવત્તા સુધરાી હતી. સવારના સમયે મુંબઈનો સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ પણ ૧૦૦ની આસપાસ નોંધાયો હતો. આ દરમિયાન બુધવારે બપોર સુધી વાદળિયું વાતાવરણ રહ્યા બાદ મોડેથી તડકો નીકળ્યો હતો. કમોસમી વરસાદને કારણે કેરી સહિતના પાકને નુકસાન થવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button