કર્મચારીઓને Work From Home આપો, રેલવેએ કેમ પ્રાઈવેટ અને સરકારી ઓફિસને કરી આવી વિનંતી?

મુંબઈઃ મધ્ય રેલવે દ્વારા આજ રાતથી ત્રણ દિવસના મેગા જમ્બોબ્લોક (Central Railway Annouced Three Days Jumbo Mega Block)ની જાહેરાત કરવામાં આવી છે. સીએસએમટી ખાતે 36 કલાક અને થાણે સ્ટેશન પર 63 કલાકનો મેગા બ્લોક હાથ ધરવામાં આવવાનો હોવાથી પ્રવાસીઓને પારાવાર હાલાકીનો સામનો કરવો પડશે. આ દરમિયાન આશરે 900થી વધુ ટ્રેનો રદ કરવામાં આવશે જેને કારણે રેલવેએ મુંબઈગરાને જરૂર હોય તો જ ઘરની બહાર નીકળવાની અપીલ પણ કરી છે. આ સિવાય રેલવે પ્રાઈવેટ અને સરકારી ઓફિસમાં આ સમયગાળામાં વર્ક ફ્રોમ હોમ આપવાની ભલામણ પણ કી રહી છે.
મધ્ય રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર સીએસએમટી ખાતે પ્લેટફોર્મ નંબર 10 અને 11ની લંબાઈ અને થાણે ખાતે પ્લેટફોર્મ નંબર પાંચ અને છની પહોળાઈ વધારવા માટે ગુરુવાર રાતથી જ ત્રણ દિવસ માટે જમ્બો મેગા બ્લોક હાથ ધરવામાં આવશે.
આ જમ્બો બ્લોકને કારણે મુંબઈની લોકલ ટ્રેન અને લાંબા અંતરની ટ્રેનો પર જોવા મળશે. આ સમયગાળા દરમિયાન 930 જેટલી લોકલ ટ્રેનો કેન્સલ કરવામાં આવશે અને સેંકડો લાંબા અંતરની ટ્રેનો પણ રદ કે શોર્ટ ટર્મિનેટ કે રેગ્યુલેટ કરવામાં આવશે. જેને કારણે પ્રવાસીઓને હાલાકી પડી શકે છે.
આ પણ વાંચો : પહેલી અને બીજી જૂનના Central Railway પર 36 કલાકનો મેગા બ્લોક, 600 Local Train Cancel
અધિકારીએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે મુંબઈની લોકલ ટ્રેનમાં દરરરોજ 70 લાખ પ્રવાસીઓ પ્રવાસ કરે છે. આટલી મોટી સંખ્યામાં લોકલ ટ્રેનો કેન્સલ થવાને કારણે ટ્રેનોમાં ભીડ થશે તેથી જો પ્રવાસીઓને જરૂર હોય તો જ ટ્રેનોમાં પ્રવાસ કરવો એવી અપીલ પણ કરવામાં આવી છે. આ સિવાય રેલવે દ્વારા સરકારી અને પ્રાઈવેટ કંપનીઓને આ દિવસોમાં વર્ક ફ્રોમ હોમ આપવાની ભલામણ પણ કરી છે.
આ સિવાય પ્રવાસીઓની સુવિધા માટે બેસ્ટ અને એસટી મહામંડળને પણ આ ત્રણ દિવસ દરમિયાન વધારાની બસ દોડાવવાની માગણી પણ કરી છે.