ઝૂંપડાવાસીઓને કારણે રેલવે ખોરવાઈ : પાલિકાનો દાવો | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

ઝૂંપડાવાસીઓને કારણે રેલવે ખોરવાઈ : પાલિકાનો દાવો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં મંગળવારે પડેલા મુશળધાર વરસાદને પગલે મધ્ય રેલવે સહિત હાર્બર લાઈનની ટ્રેનો આઠ કલાકથી પણ વધુ સમય સુધી ઠપ્પ રહી હતી. મધ્ય રેલવેની ચાર લાઈન અને હાર્બર લાઈનની બે લાઈનનાં સાયન, કુર્લા અને ચુનાભટ્ટીમાં પાટા પર પાણી ભરાઈ ગયા હતા.

પાટાઓ પર પાણી ભરાવવા માટે અનેક કારણ રહ્યા હતા, જેમાં એક તો ભારે વરસાદ, બીજું મીઠી નદીના પાણી ભયજનક સપાટીએ પહોંચી જતા તેના પાણી મધ્ય રેલવેના સાયન અને કુર્લામાં પાટાઓ પર આવી ગયા હતા અને ત્રીજું કારણ મૂન ફર્નિચર વિસ્તાર નજીક સાયન અને કુર્લાના રેલવે ટ્રેક પાસે રહેતા સ્થાનિક લોકોનો વિરોધ હતો, જ્યાં ૨૫૦ ક્યુબિક મીટર પ્રતિ કલાકના ક્ષમતાના બે રેલવે પમ્પ અને ૧,૦૦૦ ક્યુબિક મીટર પ્રતિ કલાક ક્ષમતાના ત્રણ પાલિકાના ડીવોટરરિંગ પમ્પ આવેલા છે.

સ્થાનિક લોકોએ તેમના ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં પાટા પરથી પાણી બહાર કાઢવા સામે વાંધો ઉઠાવ્યો હતા અને પાણી કાઢવાની કામગીરી બંધ કરાવી દીધી હતી અને તેને કારણે પમ્પ બે કલાકથી પણ વધુ સમય માટે બંધ રહ્યા હતા. આ દરમ્યાન પોલીસને બોલાવવી પડી હતી અને ત્યારબાદ પમ્પિંગ ફરી શરૂ થયું હતું અને પાણીનં સ્તર ધીમે ધીમે ઘટ્યું હતું.
એલ-વોર્ડના પાલિકાના આસિસ્ટન્ટ કમિશનર ધનાજી હેર્લેકરે જણાવ્યું હતું કે રેલવે શરૂ થાય તે અમારી પ્રાથમિકતા હતી અને તેથી અમે પાટા પરથી પાણી બહાર કાઢ્ા માટે ડિવોટરિંગ પમ્પ ચાલુ કર્યા હતા. જોકે મૂન ફર્નિચરની આસપાસ રહેતા સ્થાનિક લોકોએ પાણી બહાર કાઢવા સામે વાંધો ઉઠાવ્યો હતો અને પાણી તેમના વિસ્તારમાં ફેંકવામાં આવી રહ્યું હોવાનો વિરોધ કરીને પાલિકાની કામગીરી બંધ કરાવી ધી હતી. તેમ જ પમ્પ ઓપરેટરોને પણ ધમકી આપી હતી.

આ પૂરી ધમાલ બાદ સ્થાનિક પોલીસને બોલાવવી પડી હતી અને જયાં સુધી ટ્રેક પરથી પાણી કાઢવામાં આવ્યા નહીં ત્યાં સુધી તેમને ત્યાં જ રહેવા માટે કહેવામાં આવ્યું હોવાનું હિર્લેકરે જણાવ્યું હતું.

પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ સાંતાક્રુઝના ગોલીબાર નગરમાં પણ સ્થાનિક નાગરિકો દ્વારા આવું જ આંદોલન કરવામાં આવ્યું હતું છેવટે પાલિકાના અધિકારીઓને હસ્તક્ષેપ કરવો પડયો હતો અને બાદમાં એચ-પૂર્વ વોર્ડના પમ્પ ચાલુ કરવામાં આવ્યા હતા.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button