આ રવિવારે પર રેલવે Vacation Mood Spoil કરશે… જોઈ લો કઈ રીતે?

મુંબઈ: દર રવિવારની જેમ જ આ રવિવારે પણ રેલવે ટ્રેક તેમ જ સિગ્નલ મેઈન્ટેનન્સના કામ માટે રેલવે દ્વારા Mega Block હાથ ધરવામાં આવશે, જેને કારણે લોકલ ટ્રેનોના ધાંધિયા જ જોવા મળશે. પરિણામે ફેમિલી અને બાળકો સાથે Mumbai Darshan માટે નીકળનારા મુંબઈગરાને ભાગે હાલાકી જ ભોગવવાનો વારો આવશે. આવો જોઈએ કઈ લાઈનમાં ક્યાંથી ક્યાં સુધી હશે આ મેગા બ્લોક…
મધ્ય રેલવે પર Mulund-Matunga Up Down Line પર સવારે 11 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી Mega Block હાથ ધરવામાં આવશે, જેને કારણે આ સમયગાળા દરમિયાન અપ ડાઉન ફાસ્ટ લોકલ ટ્રેનો અપ ડાઉન સ્લો લાઈન પર દોડાવવામાં આવશે. આ ટ્રેનો નાહુર,ભાંડુપ, કાંજુરમાર્ગ, વિક્રોલી, વિદ્યાવિહાર, સાયન, અને માટુંગા સ્ટેશન પર ઊભી રહેશે, જેને કારણે ટ્રેનો મોડી પડશે.
હાર્બર લાઈન પર CSMT-Chunabhatti/Bandra વચ્ચે અપ ડાઉન લાઈન પર સવારે 11.40 કલાકથી બપોરે 4.40 કલાક સુધી બ્લોક હાથ ધરાશે. આ સમયગાળા દરમિયાન સીએસએમટી/વડાલાથી વાશી /બેલાપુર/પનવેલ વચ્ચે ટ્રેન વ્યવહાર બંધ રહેશે. જોકે આ સમયગાળા દરમિયાન કુર્લાથી પનવેલ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે.
પશ્ચિમ રેલવેમાં ડે નહીં પણ નાઈટ બ્લોક
પશ્ચિમ રેલવે પર Mumbai Central-Mahim વચ્ચે અપ ડાઉન ફાસ્ટ લાઈન પર આજે રાતે 12.15 કલાકથી વહેલી સવારે 4.15 કલાક સુધી બ્લોક લેવામાં આવશે, જેને કારણે અપ ડાઉન ફાસ્ટ લોકલ ટ્રેનો સાંતાક્રુઝ- ચર્ચગેટ વચ્ચે અપ ડાઉન સ્લો લાઈન પર દોડાવવામાં આવશે.