આમચી મુંબઈ

આવતીકાલે વેકેશનના છેલ્લાં રવિવારે મુંબઈ દર્શન કરવાનું વિચારતાં હોવ તો માંડી વાળજો, નહીંતર….

મુંબઈઃ મધ્ય રેલવે પર દર રવિવારની જેમ આ રવિવારે એટલે કે આવતીકાલે પણ સિગ્નલ, ટ્રેક મેઈન્ટેનન્સ સહિતના અનેક મહત્ત્વના કામકાજ માટે મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. જો તમે પણ આવતીકાલે વેકેશનના છેલ્લાં રવિવારે પરિવાર અને મિત્રો સાથે વેકેશન પર જવાનું પ્લાન કરી રહ્યા છો તો પહેલાં આ સમાચાર વાંચી લો, જેથી તમારે હાલાકી ભોગવવાનો વારો ના આવે.

મધ્ય રેલવેના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર આવતીકાલે એટલે કે પહેલી જૂનના રવિવારે સીએસએમટી-વિદ્યાવિહાર વચ્ચે અપ-ડાઉન સ્લો લાઈન પર સવારે 11થી સાંજે ચાર વાગ્યા સુધી મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોકના સમયે અપ-ડાઉન સ્લો લોકલ સીએસએમટી-વિદ્યાવિહાર વચ્ચે અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર દોડાવવામાં આવશે. આ લોકલ ટ્રેનો ભાયખલા, પરેલ, દાદર, માટુંગા, સાયન અને કુર્લા સ્ટેશન પર ઊભી રહેશે.

આ પણ વાંચો: મધ્ય રેલવેના પ્રવાસીઓની સવાર કોણે બગાડી હતી, જાણો શું હતું કારણ?

હાર્બર લાઈન પર સવારે 11.30 કલાકથી સાંજે 4.40 કલાક સુધી સીએસએમટી-ચુનાભટ્ટી, બાંદ્રા વચ્ચે અપ-ડાઉન લાઈન પર મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોકના સમય દરમિયાન સીએસએમટી, વડાલા રોડથી વાશી, બેલાપુર, પનવેલ વચ્ચે અપ-ડાઉન લાઈન પર ટ્રેનવ્યવહાર બંધ રહેશે.

જોકે, બ્લોકના સમય દરમિયાન પનેવલ-કુર્લા વચ્ચે 20-20 મિનિટે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. રેલવે દ્વારા બ્લોકના સમય દરમિયાન હાર્બર લાઈનના પ્રવાસીઓને મેન લાઈન અને પશ્ચિમ રેલવામાં પ્રવાસ કરવાની પરવાનગી આપવામાં આવી છે. બ્લોકને કારણે મધ્ય રેલવે અને હાર્બર લાઈન પર ટ્રેનવ્યવહાર 10થી 15 મિનિટ મોડો પડી શકે છે. જેથી પ્રવાસીઓને હાલાકી ભોગવવાનો વારો આવી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button