આમચી મુંબઈ

પશ્ચિમ રેલવેમાં રવિવારે બ્લોક અને મધ્ય રેલવેમાં બે દિવસનો રાત્રિકાલીન બ્લોક

મુંબઈ: પશ્ચિમ રેલવે દ્વારા સિગ્નલ સિસ્ટમ, રેલવે ટ્રેક અને ઓવર હેડ વાયરની જાળવણી તેમ જ સમારકામ કરવા માટે રવિવારે વિશેષ બ્લોક લેવામાં આવવાનો છે. જોકે મધ્ય રેલવેમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ નજીક માળખાકીય કામકાજ માટે બે દિવસ રાત્રિકાલીન બ્લોક લેવામાં આવતા રવિવારે સવારે મધ્ય રેલવેમાં કોઈપણ બ્લોક નહીં રાખવાનો પ્રશાસને નિર્ણય લીધો છે. જેથી રવિવારે મધ્ય અને હાર્બર લાઇનમાં રવિવારે દિવસ દરમિયાન કોઈપણ બ્લોક લેવામાં આવવાનો નથી.

પશ્ચિમ રેલવેમાં રવિવારે સવારે 10 વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી બોરીવલીથી ગોરેગામ દરમિયાન અપ અને ડાઉન સ્લો લાઇનમાં બ્લોક લેવામાં આવવાનો છે, જેને લીધે માર્ગની અમુક ટ્રેનો બ્લોકના સમયમાં બંધ રાખવામાં આવી છે. તેમ જ અંધેરી અને બોરીવલી લોકલ ટ્રેનોને ગોરેગામ દરમિયાન હાર્બર લાઇનના ટ્રેક પર દોડાવવામાં આવશે. બ્લોક દરમિયાન બોરીવલી સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક, બે, ત્રણ અને ચાર પરથી કોઈપણ લોકલ ટ્રેન સેવા ઉલપબ્ધ રહેશે નહીં, એવી માહિતી એક અધિકારીએ આપી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button