આમચી મુંબઈ

સોલાપુરમાં રેલરોકો, પથ્થરમારો, ચક્કાજામ

સોલાપુર: સોલાપુર શહેર અને જિલ્લામાં મરાઠા આરક્ષણ આંદોલન વધ્યું છે. કેન્ડલ માર્ચથી લઈને ટ્રેનને રોકવી, કલેક્ટર ઓફિસ પર રોક લગાવવી, એસટી બસો પર પથ્થરમારો અને આગચંપી, ચક્કા જામ, બંધ જેવી આક્રમકતા વધી ગઈ છે.

દરમિયાન રાજકીય નેતાઓ, ધારાસભ્યો, વહીવટીતંત્રને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોવાથી, ભાજપના પૂર્વ સહકાર પ્રધાન, ધારાસભ્ય સુભાષ દેશમુખના ઘરની બહાર ભારે પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. મરાઠા ક્રાંતિ મોરચાના કાર્યકરોએ આક્રમક વલણ અપનાવ્યું અને સોલાપુર-પુણે રેલવે પર ટ્રેન રોકી દીધી હતી. આ સિવાય વાહનોના ટાયરો સળગાવીને રેલવે ટ્રેક પર ફેંકી દેવામાં આવ્યા હતા.

કર્ણાટક, તેલંગણા, આંધ્ર પ્રદેશ અને અન્ય જિલ્લાઓમાંથી દરરોજ આશરે ૩,૫૦૦ એસટી બસો મુસાફરી કરે છે. પરંતુ સમગ્ર બસ સેવા બંધ કરી દેવામાં આવી હોવાથી મુસાફરોને ભારે અગવડનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પરીક્ષા ચાલી રહી છે ત્યારે એસટી બસ સેવા બંધ હોવાથી શાળાના વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવી પડી રહી છે. કરમાલા, ઉત્તર સોલાપુર, મોહોલ, બાર્શી, પંઢરપુર, મોહોલ વગેરેમાં એસટી બસો પર પથ્થરમારાની ઘટનાઓ બની હતી. કરમાલા તાલુકાના જેઉરમાં મરાઠા વિરોધીઓએ એસટી બસ સળગાવી હતી.ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?