આમચી મુંબઈનેશનલમહારાષ્ટ્ર

રિઝર્વેશન મુદ્દે રાહુલ પર ભડક્યા મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને કહ્યું કે…

મુંબઈ: મહારાષ્ટ્રમાં મરાઠા અનામત અને ઓબીસી-દલિત ક્વોટા અંતર્ગત મરાઠા અનામત આપવાના મુદ્દે ગજગ્રાહ ચાલી રહ્યો છે ત્યારે કૉંગ્રેસના નેતા તેમ જ લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ વિદેશમાં જઇને ભારત વિશે કહેલી વાતોની ચર્ચા ચાલી રહી છે. રાહુલ ગાંધીએ અમેરિકામાં અનામતના મુદ્દે કરેલી ટિપ્પણીને પગલે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રાહુલ ગાંધીની ટીકા ટીકા કરી હતી અને રાહુલ ગાંધીનો અનામત વિરોધી ચહેરો સામે આવ્યો હોવાનું કહ્યું હતું.

આ પણ વાંચો: એસસી-એસટી ધનિકો સ્વૈચ્છિક રીતે અનામત છોડી શકે ખરા?

શિંદેએ રાહુલ ગાંધીની ટીકા કરતા જણાવ્યું હતું કે લોકસભાના વિરોધપક્ષના નેતા દેશની બહાર જઇને વિદેશની ધરતી વિરુદ્ધ ઝેર ઓકે છે અને ધર્મ અને જાતિના નામે રાજકારણ કરવાની તો કૉંગ્રેસની આદત છે. જ્યારે પણ રાહુલ ગાંધી વિદેશ જાય છે ત્યારે તે દેશ વિરુદ્ધ ઝેર ઓકે છે. દેશ રાહુલ ગાંધીના નીમ્ન કક્ષાની વિચારધારા સાથે ક્યારેય સંમત નહીં થાય. ધર્મ અને જાતિના નામે રાજકારણ કરવાની કૉંગ્રેસની જૂની આદત છે.

આ પણ વાંચો: મરાઠા અનામતના નેતા જરાંગે વિરુદ્ધ છેતરપિંડીનો કેસ રદ કરવા અરજી

બંધારણ વિશે રાહુલ ગાંધીએ આપેલા નિવેદનના મુદ્દે ટીકા કરતા શિંદેએ કહ્યું હતું કે બંધારણ અને અનામતના નામે લોકોમાં ભ્રમ ફેલાવવો એ હવે ફેશન બની ગયું છે. હવે લોકોની સામે રાહુલ ગાંધીનો અનામત વિરોધી ચહેરો સામે આવી ગયો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button