આમચી મુંબઈમહારાષ્ટ્ર

… તો દલિત, ઓબીસી-આદિવાસી સમુદાયના લોકોને થનારો અન્યાય દૂર થશેઃ રાહુલ ગાંધી…

નાગપુર: દેશમાં જાતી આધારિત વસ્તી ગણતરી કરવામાં આવશે અને તેને કારણે દલિત, ઓબીસી અને આદિવાસી સમુદાયના લોકો સાથે થતો અન્યાય દૂર થશે, એમ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે જણાવ્યું હતું.

આ પણ વાંચો : “RSS-BJP નો હેતુ ભાગલાનો….” ભાજપ પર ખડગેના આકરા પ્રહાર…

‘જાતીના આધારે વસ્તી ગણતરીથી બધુ સ્પષ્ટ થઇ જશે. દરેકને ખબર પડશે કે તેમની પાસે કેટલી સત્તા છે અને અમારી શું ભૂમિકા હશે’, એમ રાહુલ ગાંધીએ નાગપુરમાં સંવિધાન સન્માન સંમેલનને સંબોધતા જણાવ્યું હતું. જાતી આધારિત વસતી ગણતરી વિકાસનો એક ભાગ છે. પચાસ ટકાની અનામતની મર્યાદા પણ અમે તોડીશું, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

અમે દેશને દેખાડી દઇશું કે દેશના ૯૦ ટકા વંચિત લોકોને ન્યાય અપાવવા અમે લડી રહ્યા છીએ. ડૉ. બાબાસાહેબ આંબેડકર દ્વારા તૈયાર કરાયેલું બંધારણ ફક્ત એક પુસ્તક નથી, પણ જીવન જીવવાનો માર્ગ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને ભાજપના લોકો જ્યારે બંધારણ પર હુમલો કરે છે ત્યારે તેઓ દેશવાસીઓના અવાજ પર હુમલો કરે છે, એમ તેમણે કહ્યું હતું.

આ પણ વાંચો : વિધાનસભા ચૂંટણી ‘કૌન બનેગા મુખ્ય પ્રધાન’ની હરીફાઈ નથી: જયરામ રમેશ…

અદાણી કંપનીના મેનેજમેન્ટમાં એક પણ દલિત, ઓબીસી અથવા આદિવાસી વ્યક્તિ દેખાશે નહીં. તમે ફક્ત પચીસ લોકોના ૧૬ લાખ કરોડ રૂપિયા જતા કરો છો, પણ હું જ્યારે ખેડૂતોની લોન માફીની વાત કરું છું ત્યારે લોકોની આદત બદલવા માટે મારા પર હુમલો કરવામાં આવે છે, એમ રાહુલ ગાંધીએ કહ્યું હતું. 
(પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker