આમચી મુંબઈ

રાહુલ ગાંધીએ કાચું કાપ્યુંઃ શિવાજી મહારાજની જન્મજયંતીની ‘શુભેચ્છા’ પાઠવી

મુંબઈઃ કોંગ્રેના નેતા રાહુલ ગાંધીએ ફરી એક વાર રાજકારણમાં ખળભળાટ મચાવી દે એવો માહોલ ઊભો કર્યો છે. શિવાજી મહારાજની જન્મજયંતી નિમિત્તે તેમણે ‘શુભેચ્છા’ પાઠવ્યા બાદ ‘શ્રદ્ધાંજલિ’ આપતી ટ્વિટ કરી છે.

વંચિત બહુજન આઘાડીએ આ અંગે રાહુલ ગાંધીને કહ્યું પણ હતું કે ‘શુભેચ્છા’ નહીં, ‘શ્રદ્ધાંજલિ’ આપવી જોઇએ. રાહુલ ગાંધીની આ ભૂલને કારણે ચારેકોર રાહુલ ગાંધીને ટીકા થઇ રહી છે અને સોશિયલ મીડિયા પર તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

દરમિયાન મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે રાહુલ ગાંધીનું નિવેદન એ મહારાષ્ટ્રનું અપમાન છે. મહારાષ્ટ્રના મહાપુરુષોનું અપમાન કરનારઓની હું નિંદા કરું છું. તેમણે બધા શિવભક્તોની માફી માગવી જોઇએ.

રાહુલ ગાંધી આવાં નિવેદનો ભૂલથી નહીં, પણ જાણીજોઇને કરતા હોય છે. તેમણે અગાઉ વીર સાવરકર માટે પણ આવું અપમાનજનક નિવેદન કર્યું હતું. હવે તેમણે શિવાજી મહારાજનું અપમાન કરવાની હિંમત કરી છે. તેમણે પોતાની આ ભૂલ માટે માફી માગવી જોઇએ, એવું એકનાથ શિંદેએ કહ્યું હતું.

આ પણ વાંચો :બદનક્ષી કેસમાં રાહુલ ગાંધીને મળી મોટી રાહત, જાણો કોર્ટે શું કહ્યું?

એકનાથ શિંદેએ છાવા ફિલ્મ વિશે શું કહ્યું?

આ સમયે એકનાથ શિંદેએ પણ ફિલ્મ ‘છાવા’ પર પ્રતિક્રિયા આપી હતી. છત્રપતિ ધર્મવીર સંભાજી મહારાજ ખૂબ જ સ્વાભિમાની હતા. તેમણે પોતાના ધર્મ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું. છતાં તેમણે પોતાના દેશના સ્વાભિમાનનો ત્યાગ ન કર્યો. તેમના પર ખૂબ ત્રાસ ગુજારવામાં આવ્યો. તેમની આંખો કાઢી નાખવામાં આવી, તેમની જીભ કાપી નાખવામાં આવી. મેં હજુ સુધી આ ફિલ્મ જોઈ નથી. પણ હું આ ફિલ્મ ચોક્કસ જોઈશ, એવું એકનાથ શિંદેએ કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button