આરે-બીકેસી મેટ્રો લાઇન એપ્રિલ સુધીમાં કાર્યરત થવાની સંભાવના
મુંબઈ: મુંબઈ મેટ્રો લાઇન ત્રણનો પ્રથમ તબક્કો, જેને એક્વા લાઇન તરીકે પણ ઓળખવામાં આવે છે, જે આરે કોલોની અને બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) ને જોડે છે, તે આવતા વર્ષની શરૂઆતમાં કાર્યરત થવાની અપેક્ષા છે. ૨૮ ડિસેમ્બરના રોજ, મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન (એમએમઆરસી)ના મેનેજિંગ ડિરેક્ટર અશ્ર્વિની ભીડેએ મુંબઈ મરાઠી પત્રકાર સંઘના એક સમારોહમાં જણાવ્યું હતું કે તેમને આશા છે કે એપ્રિલ ૨૦૨૪ સુધીમાં તે આરે-બીકેસી રૂટનો પ્રથમ તબક્કો જાહેર ઉપયોગ માટે તૈયાર થઈ જશે.
આવતા વર્ષે જાન્યુઆરી સુધીમાં, આરે ડેપોને લગતા કામો પૂર્ણ થવાની સંભાવના છે. આ પછી ફેઝ-૧માં સમગ્ર રૂટ પર સ્પીડ અને ઓસિલેશન ટ્રાયલ પૂર્ણ કરવામાં આવશે, મેટ્રો રેલવે સેફ્ટી (સીએમઆરએસ) અને અન્ય સત્તાવાળાઓ પાસેથી જરૂરી મંજૂરીઓ લેવામાં આવશે. ૩૦ નવેમ્બર સુધીમાં, એમએમઆરસીએ આરે-બીકેસી રૂટ પર ૯૩.૪ ટકા કામ પૂર્ણ કરી લીધું હતું જેમાં સ્ટેશનો અને ટનલ પર પૂર્ણ થયેલા ૯૮.૯ ટકા કામો અને આ માર્ગ પર મેટ્રો સ્ટેશનોના એકંદર બાંધકામ પર ૯૬.૬ ટકા કામોનો સમાવેશ થાય છે. આ નવેમ્બરની શરૂઆતમાં, સહાર મેટ્રો સ્ટેશન અને તેને જોડતી બે ટનલને નવી રીતે તૈયાર કરવામાં આવી હોવાનું જાણીતું થયું હતું.
એમએમઆરસી સત્તાવાળાઓએ એમઆઇડીસીથી વિદ્યાનગરી મેટ્રો સ્ટેશન અને પાછા સીપ્ઝ સુધીની પ્રથમ લાંબા-અંતરની ટ્રેલ ૩૦ કિમી પ્રતિ કલાકની ઝડપે સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધી છે, જે ૧૭ કિલોમીટરને આવરી લે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આગામી બે મહિનામાં તેઓ ૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રાયલ રન કરશે.ઉ