આમચી મુંબઈ

એનસીપી સાથે ગઠબંધન બાદ મારી સીટ પર પ્રશ્ર્નાર્થ ચિહ્ન: પંકજા મુંડે

છત્રપતિ સંભાજીયાનગર: ભાજપના નેતા પંકજા મુંડેએ ગુરુવારે જણાવ્યું હતું કે તેમની પાર્ટીએ મહારાષ્ટ્રમાં અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી સાથે જોડાણ કર્યા પછી તેમના મતવિસ્તાર પર પ્રશ્ર્નાર્થ ચિહ્ન છે. મુંડે ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણી પરલીથી પિતરાઈ ભાઈ અને એનસીપી નેતા ધનંજય મુંડે સામે હારી ગયા, જેઓ હવે એકનાથ શિંદે સરકારમાં પ્રધાન છે જેમાં ભાજપનો પણ સમાવેશ થાય છે. બીડ લોકસભા બેઠક વિશે બોલતા, જેનું પ્રતિનિધિત્વ તેની બહેન પ્રિતમ મુંડે છેલ્લા બે ટર્મથી કરી રહી છે, ભૂતપૂર્વ રાજ્ય પ્રધાને કહ્યું, “તેમણે સારું કામ કર્યું છે. પરંતુ એનસીપી સાથે ગઠબંધન પછી, સ્વાભાવિક રીતે જ મારા મતવિસ્તાર પર એક પ્રશ્ર્નચિહ્ન છે. “પરંતુ બીડમાંથી ઉમેદવાર કોણ છે તે મહત્ત્વનું નથી, હું સ્ટાર પ્રચારક બનીશ. હું ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં સ્ટાર પ્રચારક રહી છું, તેમણે ઉમેર્યું. ભાજપ દ્વારા નિરીક્ષક તરીકે નિયુક્ત કરાયેલા મુંડે મહાનગરમાં કાંદિવલીમાં પાર્ટીના મુંબઈ ઉત્તર કાર્યાલયની મુલાકાત લીધા બાદ પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. “ભાજપમાં આ એક પેટર્ન છે જ્યાં નેતાઓને નિરીક્ષક (વિવિધ સીટોના) બનાવવામાં આવે છે. અમે રિપોર્ટ સબમિટ કરીએ છીએ અને પાર્ટી રિપોર્ટના આધારે (સીટ પર) નિર્ણય લે છે, તેમણે કહ્યું. (પીટીઆઈ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ