ઇન્સ્ટા રીલ માટે ટીનએજરે કર્યું કંઇક એવું કે……
આજકાલના યુવાનોને ઇન્સ્ટા રીલ અને વીડિયો બનાવવાની ઘેલછા એ હદે વધી ગઇ છે કે આને માટે તેઓ જાન પણ જોખમમાં મૂકવા તૈયાર થઇ જાય છે. કેટલાક લોકોનું ધ્યાન ખેંચવા માટે જીવલેણ સ્ટંટ કરે છે તો કેટલાક લોકો રાતોરાત ફેમસ થવા માટે આવા સ્ટંટ કરે છે અને મોટા ભાગના કેસમા તો આવા તેમના પરિવારજનો પણ તેમના આવા ધતિંગોથી અજાણ હોય છે. આવો જ એક કિસ્સો હાલમાં પુણેમાં જોવા મળ્યો હતો.
પુણેમાં એક છોકરીએ સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે આવી રીલ બનાવી, જેને જોઈને લોકો ગુસ્સે થઈ ગયા અને છોકરીની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી હતી.
રીલને ફિલ્માવવા માટે, એક યુવાન છોકરી એક બિલ્ડિંગની કિનારે લટકતી જોવા મળી હતી જે એક પ્રકારનો કિલ્લો હોય તેવું લાગતું હતું જ્યારે અન્ય છોકરાએ તેનો હાથ ઉપરથી પકડી રાખ્યો હતો. આ દરમિયાન તેમનો એક મિત્ર રીલનું શૂટિંગ કરતો જોવા મળ્યો હતો. આ બિલ્ડિંગ આખું ખંડેર છે અને ઊંચાઈ એટલી ઊંચી છે કે પડ્યા પછી બચવું અશક્ય છે.
છોકરી કોઈ પણ ડર વગર હવામાં લટકી રહી છે અને અન્ય લોકો તેની મદદ કરી રહ્યા છે. વિવિધ એંગલથી વિડિયો રેકોર્ડ કર્યો. જ્યારે તેને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો તો લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે આ ત્રણેય વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે. મોટાભાગના લોકોનું કહેવું છે કે આ સ્ટંટ જીવલેણ છે, જો તેને રોકવામાં નહીં આવે તો આવી ઘટનાઓ વધતી જશે.
આ વીડિયો પર લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે આવા સ્ટંટ કરવા મૂવી સ્ટાર્સ હાર્નેસનો ઉપયોગ કરે છે. ફિલ્મોમાં પણ તેઓ VFX નો ઉપયોગ કરે છે અને આ ટીન એજર આવો જોખમી સ્ટંટ કરી ખોટો દાખલો બેસાડી રહી છે.
Also Read –