આમચી મુંબઈમહારાષ્ટ્ર

Pune Porsche Crash કેસમાં સમગ્ર પરિવાર હવે જેલમાં, સગીરની માતાની પણ થઇ ધરપકડ

પૂણે પોલીસે પોર્શ કાર અકસ્માત કેસમાં સગીરની ભૂલને કારણે પૂરા પરિવારને જેલમાં જવાનો વારો આવ્યો છે. સગીર આરોપીની માતાની પણ હવે ધરપકડ કરવામાં આવી છે. આ અકસ્માત અંગે પોલીસે જણાવ્યું હતું કે સગીરના લોહીના સેમ્પલ તેની માતાના લોહીના સેમ્પલ સાથે અદલાબદલી કરવામાં આવ્યા હતા. આરોપીની માતાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે.

પુણેના પોલીસ કમિશનર અમિતેશ કુમારે જણાવ્યું હતું કે, પોર્શ કાર અકસ્માત કેસમાં સગીરને સુધાર ગૃહમાં મોકલી આપવામાં આવ્યો છે. ફેમિલી ડ્રાઈવરનું અપહરણ કરવા અને અકસ્માતની જવાબદારી લેવા તેના પર દબાણ કરવા બદલ સગીરના પિતા અને રિયલ એસ્ટેટ બિઝનેસમેન વિશાલ અગ્રવાલ અને દાદા સુરેન્દ્ર અગ્રવાલની ધરપકડ કરવામાં આવી છે. સગીરના પિતા અને દાદાને 14 દિવસની ન્યાયિક કસ્ટડી આપવામાં આવી છે. સગીરના લોહીના નમૂના બદલવાના આરોપસર સસૂન જનરલ હોસ્પિટલના ફોરેન્સિક મેડિસિન વિભાગના વડા ડૉ. અજય તાવડે, મેડિકલ ઓફિસર ડૉ. શ્રીહરિ હલનોર અને કર્મચારી અતુલ ઘાટકામ્બલેની પણ ધરપકડ કરવામાં આવી છે.

અકસ્માત સમયે આરોપી સગીર દારૂના નશીમાં હતો કે નહીં તે સાબિત કરવા માટે સગીરના આલ્કોહોલ ટેસ્ટિંગ દરમિયાન વિશાલ અગ્રવાલ અને ધરપકડ કરાયેલા ડોક્ટર ડૉ. અજય તાવડે વચ્ચે ફોન પર ઘણી વાતચીત થઈ હતી. બ્લડ સેમ્પલના કથિત અદલાબદલીના સંબંધમાં પોલીસે શુક્રવારે વિશાલ અગ્રવાલની કસ્ટડી માટે અરજી દાખલ કરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?