આમચી મુંબઈમહારાષ્ટ્ર

Pune Porsche accident: ડ્રાઇવરને દોષ પોતાના માથે લેવા દબાણ કરવામાં આવ્યું હતું, સગીરના દાદાની ધરપકડ

પુણે પોર્શ કાર અકસ્માત (Pune Porsche car accident) કેસમાં મહત્વનો ખુલાસો થયો છે. 17 વર્ષના આરોપી સગીરના પરિવારે ડ્રાઇવર પર દબાણ કર્યું હતું કે તે ગુનો સ્વીકારી લે. પોલીસે જણાવ્યું કે સગીરને કાયદાકીય કાર્યવાહીથી બચાવવા માટે પરિવારે ડ્રાઈવરને બંધક બનાવી, તેને ધમકી આપી અને લાંચની ઓફર કરી.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે જ્યારે ડ્રાઈવર પહેલા પોલીસ સ્ટેશન આવ્યો ત્યારે તેણે લેખિત નિવેદન આપ્યું હતું કે જ્યારે અકસ્માત થયો ત્યારે તે કાર ચલાવી રહ્યો હતો. તપાસ કર્યા પછી, જાણવા મળ્યું કે સગીર જ કાર ચલાવી રહ્યો હતો.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે સગીરના પરિવારે દોષ સ્વીકારવા ડ્રાઇવરને ધમકી આપી હતી. ડ્રાઇવરને ગોંધી રાખવામાં આવ્યો હતો. ડ્રાઈવર કાર ચલાવી રહ્યો ન હતો. આરોપી સગીરનાં પરિવારે ડ્રાઈવરને લાંચ આપવાનો પ્રયાસ કર્યો હતો.

પુણે પોલીસ ક્રાઈમ બ્રાન્ચે આજે શનિવારે સવારે ડ્રાઈવરને કથિત રીતે બંધક બનાવવા બદલ સગીરના દાદાની ધરપકડ કરી હતી. તેમની સામે IPC કલમ 365 અને 368 હેઠળ અલગ એફઆઈઆર નોંધવામાં આવી છે.

ડ્રાઇવર ગંગાધરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, 19 મેની રાત્રે તેણે પોલીસ સ્ટેશન છોડ્યા પછી તેને જબરદસ્તીથી સુરેન્દ્ર અગ્રવાલના ઘરે લઈ જવામાં આવ્યો હતો. તેનો ફોન છીનવી લેવામાં આવ્યો અને તેને તેમના બંગલામાં ગોંધી રાખ્યો.

અગાઉ પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે ડ્રાઇવરે સગીરને કાર ચલાવવા દેવાનો ઇનકાર કર્યો હતો અને બાદમાં તેણે સગીરની હરકતો વિશે જાણ કરવા માટે તેના પિતાને ફોન કર્યો હતો. જો કે, સગીરે પિતાએ ડ્રાઈવરને કિશોરને ડ્રાઈવ કરવા દેવા કહ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
T-20માં વિરાટ કોહલી બાદ ભારતને એક stable captain મળ્યો નથી ફરવા માટે બેસ્ટ છે ગુજરાતના આ પાંચ વેકેશન ડેસ્ટિનેશન… એક વખત જશો તો… પોતાની માતાની સાડી અને દાગીના પહેરીને દુલ્હન બની છે આ સેલિબ્રિટીઝ આ રીતે ઘરે જ બનાવો ઑર્ગેનિક કાજલ