આમચી મુંબઈમહારાષ્ટ્ર

260 ક્રિમિનલ્સને પોલીસ સ્ટેશનમાં બોલાવીને કમિશનરે આપી ચેતવણી, જાણો સમગ્ર મામલો?

પુણે: શહેરમાં અસામાજિક તત્વોના વધતા ત્રાસ અને ગુનેગારો પર નિયંત્રણ રાખવા માટે પુણે પોલીસ કમિશનરે તાજેતરમાં કચેરીમાં 260 જેટલા ક્રિમિનલ્સને પોલીસ સ્ટેશનમાં બોલાવીને ગુનાખોરીમાં વધારો થાય નહીં એવી રીલ્સ નહીં બનાવવાની આપી ચેતવણી આપી હતી.

માથાભારે ગુંડાઓમાં જ્યારે પોલીસની બીક ઓછી થઇ જાય છે ત્યારે પોલીસે પણ કોઇ વાર કંઇક જુદી રીત વાપરીને તેમની સાન ઠેકાણે લાવવી પડે છે. પુણેના પોલીસ કમિશનરે પણ શહેરના માથાભારે ગુંડાઓને પાઠ ભણાવવા માટે કંઇક અલગ જ રસ્તો અપનાવ્યો અને 260 ગુનેગારને પોલીસ કમિશનરની કચેરીમાં બોલાવ્યા હતા.

પુણે પોલીસે આ ગુંડાઓને કમિશનર કાર્યાલયના પ્રાંગણમાં લાઇનસર ઊભા રાખીને ચેતવણી આપી હતી. શહેરમાં કાયદો અને વ્યવસ્થામાં અડચણ ઊભી થાય તેવી પ્રવૃત્તિમાં ભાગ ન લેવાની, ગેરકાયદે પ્રવૃત્તિઓમાં ન સંડોવવા તેમ જ ગુનાહિત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે તેવી રીલ્સ બનાવીને સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ્સ ઉપર નહીં મૂકવાની ચેતવણી આ ગુંડાઓને આપવામાં આવી હતી.

ગુનાહિત ભૂતકાળ ધરાવતા પુણેના તમામ ગુંડાઓને બોલાવીને આ રીતે ચેતવણી આપવામાં આવતા પોલીસે પોતાની નજર તેમના ઉપર હોવાનો સંકેત પણ આપી દીધો હતો. કમિશનર કચેરીમાં બોલાવેલા ગુંડાઓમાં પુણેના માથાભારે ગણાતા ગેંગસ્ટર ગજાનન માર્ને, નીલેશ ઘાયવાલ, બાબા બોડકે અને ટીનુ પઠાણ જેવા ગુનેગારો પણ હતા.

તેમને સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું હતું કે તેઓ કાયદા વિરુદ્ધ કોઇ પણ કામ કરશે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. પુણેના પોલીસ કમિશનર તરીકે કાર્યભાર સંભાળતાની સાથે જ અમિત કુમારે તમામ પોલીસ સ્ટેશનને ટોચના વીસ ગુનેગારની યાદી તૈયાર કરવાનું કહેવામાં આવ્યું હતું, જેથી તેમના ઉપર નજર રાખી શકાય.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો